આપ દ્વારા પર્દાફાશ:મુંબઈ ખાતે 145 જગ્યાએ ઓવરહેડ કેબલોનું જોખમ, 2020માં આ વાયરો દૂર કરવાનું આશ્વાસન છતાં કોઈ કાર્યવાહી નહીં

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં જોખમી ઓવરહેડ વાયરો અને કેબલોથી છુટકારો બાબતે મહાપાલિકા પ્રશાસન દ્વારા આશ્વાસન છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આને કારણે આ ખુલ્લા વાયરો નાગરિકો માટે મોટું જોખમ બની શકે છે. આપના કાર્યકરોએ અનેક વિસ્તારોમાં જઈને આ બાબતનો પર્દાફાશ કર્યો છે. આમ આદમી પાર્ટી (આપ)એ મુંબઈ અધ્યક્ષ પ્રીતિ શર્મા મેનનની અધ્યક્ષતામાં આમ આદમી પાર્ટીના નેતાની હાજરીમાં એક પત્રકાર પરિષદ યોજી હતી. તેમાં મુંબઈના નેતા ઍડ. સુમિત્રા શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે શહેરમાં 145 જગ્યાએ ઓવરહેડ કેબલ હજુ પણ જોખમી અવસ્થામાં છે.

2020માં મહાપાલિકા દ્વારા ઓવરહેડ વાયર અને કેબલ દૂર કરવામાં આવશે એવો દાવો કરવામાં આવ્યો હતો. જોકે હજુ સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી.અમારા પક્ષના કાર્યકરોએ મુંબઈવાસીઓ સમક્ષ સાચી સ્થિતિ લાવી છે. શહેરમાં હજુ પણ લટકતા- ખુલ્લા કેબલ વાયર જોવા મળી રહ્યા છે.મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયમો અનુસાર તમામ વાયર અને કેબલ ભૂગર્ભમાં હોવા જોઈએ.

આમ છતાં તે દિશામાં કોઈ પગલાં લેવાતાં નથી, જેને કારણે મુંબઈગરાને માથે જોખમ ઊભું થઈ શકે છે. તાજેતરમાં પાર્ટીના દબાણ પછી મહાપાલિકાએ આ વાયરો સામે ઝુંબેશ ચલાવી હતી, પરંતુ તે સફળ પણ નથી. વાયરો પ્રકાશના થાંભલાઓ અને વૃક્ષો પર વજન ઉમેરે છે જેના કારણે તે તૂટી પડે છે અને મુંબઈગરાના જીવનને જોખમમાં મૂકે છે. આમ આદમી પાર્ટી મુંબઈના નેતા ગોપાલ ઝવેરીએ આ દયનીય સ્થિતિ વિશે દુઃખ વ્યક્ત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...