રિંપલના ગુનામાં સાથીને શોધવા પૂછપરછ:રિંપલ જૈને ક્રાઈમ પેટ્રોલ પરથી પ્રેરણા લઈને માતાના મૃતદેહના ટુકડા કર્યા

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રિંપલના ગુનામાં સાથીને શોધવા એક ડઝનથી વધુ લોકોની પૂછપરછ કરાવામાં આવી રહી છે

મુંબઈને હચમચાવી નાખનાર લાલબાગમાં રહેતી વીણા જૈન (55) હત્યાકાંડમાં દરરોજ ચોંકાવનારા ખુલાસા બહાર આવી રહ્યા છે. પુત્રી રિંપલ જૈને (34) તેની માતાની નિર્દયતાથી હત્યા કર્યા બાદ મૃતદેહના ટુકડા કર્યા તે આઈડિયા એક ટીવી સિરિયલ પરથી લીધો હોવાનું પોલીસને જણાવ્યું છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રિમ્પલ નિયમિત રીતે ટીવી પર ક્રાઈમ પેટ્રોલ જોતી હતી. તે પરથી રિમ્પલને તેની માતાના શરીરના ટુકડા કરવાનો વિચાર આવ્યો. તેણે ઈલેક્ટ્રિક માર્બલ કટર, કોયતો અને છરીન મદદથી લાશના નાના નાના ટુકડા કર્યા હતા.

જોકે રિંપલને આ કામમાં અન્ય કોઈકે સાથ આપ્યો એવી પોલીસને શંકા છે, જે અંગે એક ડઝનથી વધુ લોકોની પૂછરપરછ કરી છે. રિમ્પલે માતાનું ધડ કબાટમાં પ્લાસ્ટિકની થેલીમાં મૂક્યું. અંગો સ્ટીલની ટાંકીમાં રાખવામાં આવ્યા હતા. શરીરના અન્ય ભાગ બે ડ્રમમાં મૂકવામાં આવ્યા હતા. અમુક ટુકડા બાથરૂમમાં ફેંક્યા પરંતુ તેને કારણે બાથરૂમ ભરાઈ ગયું. તે સમયે રિમ્પલે તેના સાથીને ડ્રેન સક્શન પંપ લાવવા કહ્યું હતું. આ પંપ વડે બાથરૂમ સાફ કર્યું હતું.

પોલીસ પૂછપરછમાં રિમ્પલે કહ્યું છે, કે તેણે તેની માતાની હત્યા કરી નથી. તેણે વીણા જૈનની હત્યાના આરોપને નકારી કાઢ્યો છે. તેણે કહ્યું કે 26 ડિસેમ્બરે તેની માતા ચાલીમાં જાહેર શૌચાલયમાં જતી વખતે પહેલા માળની બાલ્કનીમાંથી પડી ગઈ હતી. આ ઘટનામાં તેનું મૃત્યુ થયું હતું. આ જોઈને હું ડરી ગઇ કારણ કે લોકો એમ વિચારશે કે મેં જ માતાની હત્યા કરી છે. તેથી મેં માતાના મૃતદેહને ઘરે લઈ ગઇ અને પછી તેના ટુકડા કરવાનું નક્કી કર્યું. તે પછી ત્રણ મહિના તે લાશ સાથે ઘરમાં રહેતી હતી.

ત્રણ માસ પહેલા બનેલી ઘટનાને કારણે લાલબાગની ઈબ્રાહિમ કાસીમ ચાલીમાં દુર્ગંધ આવતી હતી, જેથી ચાલીમાં રહેતા લોકોને શંકા ન જાય અને દુર્ગંધ ચાલીમાં ન ફેલાય તે માટે રિમ્પલે પરફ્યુમની 200 બોટલ અને એર ફ્રેશનર ખરીદ્યાં હતાં, પરંતુ વીણા જૈનના ભાઇ સુરેશ કુમાર પોરવાલ કાલાચોકી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસમાં ફરિયાદ કરી કે તેમની બહેન ગુમ થઈ ગઈ છે,

જે બાદ પોલીસ તેના ઘરે પહોંચી અને આ ચોંકાવનારી ઘટના સામે આવી હતી.રિમ્પલે 12મા ધોરણ પછી અભ્યાસ છોડી દીધો હતો અને તેના પિતાનું 20 વર્ષ પહેલાં અવસાન થયું હતું. વૃદ્ધ મહિલાનું મોત અકસ્માતે પડી જવાથી થયું હતું કે રિમ્પલ દ્વારા તેને ધક્કો મારવામાં આવ્યો હતો તે અંગે પોલીસ હજુ સુધી તારણ પર આવી શકી નથી.

અન્ય સમાચારો પણ છે...