ભાસ્કર વિશેષ:વરલીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું રાઈફલ શૂટિંગ કેન્દ્ર

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ પ્રશિક્ષણ કેન્દ્રમાં 25 અને 50 મીટર રેન્જ પણ ટૂંક સમયમાં ઉપલબ્ધ કરાશે

વરલીમાં રાઈફલ આંતરરાષ્ટ્રીય કક્ષાનું રાઈફલ શૂટિંગ ક્રીડા પ્રશિક્ષણ કેન્દ્રનો પુનરુદ્ધાર કર્યા પછી તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. હાલમાં અહીં 10 મીટર રેન્જ ઉપલબ્ધ છે. ટૂંક સમયમાં જ 25 અને 50 મીટર રેન્જ પણ ઉપલબ્ધ કરવામાં આવશે, એમ રાજ્યના પર્યાવરણ અને પર્યટન મંત્રી આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું.

વરલીમાં જે જે કપૂર ચોક પાસે રાઈફલ રેન્જ ખાતે મહારાષ્ટ્ર રાઈફલ એસોસિયેશન સંચાલિત શૂટિંગ પ્રશિક્ષણ કેન્દ્ર છે. આ કેન્દ્રમાં મહાપાલિકાએ પુનરુદ્ધાર કરેલા 10 મીટર શૂટિંગ રેન્જનું લોકાર્પણ આદિત્ય ઠાકરેને હસ્તે થયું. આ સમયે એસોસિયેશનના અધ્યક્ષ અશોક પંડિત, મહાસચિવ શીલા કાનુનગો, જી સાઉથના આસિસ્ટન્ટ કમિશનર શરદ ઉઘડે, બેસ્ટ સમિતિના માજી અધ્યક્ષ આશિષ ચેમ્બુરકર, સાંસજ અરવિંદ સાવંત, સુનીલ શિંદે, માજી મંત્રી સચિન અહિર હાજર હતાં.

આ રેન્જની જગ્યામાં નવેસરથી બનાવેલી છત, વિદ્યુત પ્રકાશ યોજના સાથે જરૂરી બધી બાબત આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરવામાં આવી છે. અશોક પંડિત, અંજલી ભાગવત, સુમા શિરૂર જેવાં આંતરરાષ્ટ્રીય નિશાનબાજે આ કેન્દ્રમાંથી પાઠ લીધા હતા. હવે 25 અને 50 મીટર રાઈફલ રેન્જનું નૂતનીકરણ હાથમાં લેવાશે. ખેલાડીઓ સાથે પોલીસોને પણ આ પ્રશિક્ષણ કેન્દ્રનો ઉપયોગ થશે, એમ તેમણે જણાવ્યું હતું.

દરમિયાન જી સાઉથ વોર્ડના લોઅર પરેલમાં પાંડુરંગ બુધકર માર્ગ પર મનોરંજન ઉદ્યાનનું સુશોભિકરણ પણ મહાપાલિકાએ કર્યું છે. તેનું લોકાર્પણ પણ કરાયું હતું. અહીં 28 મીટર બાય 25 મીટર જગ્યામાં રમતગમત કેન્દ્ર પણ વિકસિત કરવામાં આવ્યું છે. આ સાથે લટાર મારવા સુશોભિત માર્ગ, દીવાલ પર આકર્ષક ચિત્રો સાથે રંગરોગાન, વિદ્યુત રોશનાઈ અને સુશોભિત દીવાઓ સહિતની વિશિષ્ટતાઓ સાથે આ મનોરંજન ઉદ્યાનનું સુંદર સુશોભિકરણ કરવામાં આવ્યું છે.

બહુક્રીડા કેન્દ્ર વિકસિત
આ જ રીતે જી સાઉથ વોર્ડમાં પ્રભાદેવી વિસ્તારમાં ગોખલે રોડ પર ક્રાઉન મિલ પ્લોટ ખાતે બહુક્રીડા કેન્દ્ર વિકસાવવામાં આવ્યું છે. તેનું લોકાર્પણ પાલકમંત્રી આદિત્ય ઠાકરેએ કર્યું હતું. આ અવસરે માજી નગરસેવક સમાધાન સરવણકર વગેરે હાજર હતા. 28.25 બાય 14.34 મીટરની આ જગ્યામાં લોન ટેનિસ, વોલીબોલ, કબડ્ડી જેવી રમતો માટે સુવિધા આપવામાં આવી છે. તે સાથે સુશોભિત દીવાલો, સુશોભિત વિદ્યુત યોજના પણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...