ભાડામાં વધારાની માગણી:રિક્ષા-ટેક્સી સંગઠનો દ્વારા પહેલી ઓગસ્ટથી હડતાલ કરવાનો ઈશારો

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીએનજીના દરવધારાને કારણે લઘુતમ ભાડામાં વધારાની માગણી

છેલ્લા થોડા મહિનાથી સીએનજી દરમાં સતત વધારો થઈ રહ્યો છે. તેથી રિક્ષા, ટેક્સી ચાલકોની રોજિંદી આવક પર અસર થઈ રહી હોવાથી ભાડામાં વધારો આપો એવી માગણી મુંબઈના રિક્ષા અને ટેક્સી સંગઠનોએ કરી છે. એના માટે 1 ઓગસ્ટથી હડતાલ પર ઉતરવાનો ઈશારો પણ આપ્યો છે. આ સંદર્ભે મુંબઈ ટેક્સીમેન્સ યુનિયને અતિરિક્ત મુખ્ય સચિવ (પરિવહન) આશીષકુમાર સિંહને પત્ર મોકલ્યો છે.

માર્ચ 2021માં ટેક્સીનું લઘુતમ ભાડું 22 રૂપિયા થયું હતું. એ પછી એમાં 3 રૂપિયાનો વધારો થયો અને ભાડું 25 રૂપિયા થયુ. એ સમયે સીએનજીનો દર કિલો દીઠ 48 રૂપિયા હતો જે હવે 80 રૂપિયા પર પહોંચ્યો છે. તેથી આવક ઓછી અને ખર્ચ વધારે થાય છે. દરેક ટેક્સીચાલકને દરરોજનું 300 રૂપિયાનું અતિરિક્ત નુકસાન થાય છે. સરકારે રિક્ષા-ટેક્સી ભાડાદરની પુનર્રચના માટે નિમેલી ખટુઆ સમિતિ અનુસાર સીએનજી દરમાં 25 ટકાથી વધારે વધારો થાય તો ટેક્સીચાલકોને ભાડામાં વધારો આપવાની સૂચના છે. હવે સીએનજી દરમાં 35 ટકાથી કરતા વધુ વધારો થયો છે.

નિર્ણય ઠેલાયેલો જ
એપ્રિલ 2022માં ખટુઆ સમિતિ અનુસાર ભાડામાં વધારાનું પરીક્ષણ પરિવહન વિભાગે શરૂ કર્યું. ઓછામાં ઓછા બેથી ત્રણ રૂપિયા રિક્ષાનું ભાડું વધારવાનો વિચાર ચાલુ છે અને ટેક્સીના લઘુતમ ભાડામાં ત્રણથી ચાર રૂપિયા વધારો કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો હતો. જો કે મુંબઈ મહાનગર પ્રાદેશિક પરિવહન પ્રાધિકરણે હજી એના પર નિર્ણય લીધો નથી.

અન્ય સમાચારો પણ છે...