રિક્ષાની વધતી સંખ્યાના કારણે પ્રવાસીઓને ઝટ મળતી સેવા, ટ્રાફિક જામ, ચાલકોની વહેંચાયેલી આવક, ફક્ત લાયસન્સ લઈને રાખી મૂકવા જેવી બાબતોને લીધે રિક્ષા લાયસન્સ પર પરિવહન વિભાગે મર્યાદા મૂકવાનો નિર્ણય લીધો છે. એના માટે નિયુક્ત કરેલી સમિતિએ અહેવાલ રજૂ કર્યો છે અને એના પર ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે એવી માહિતી પરિવહન મંત્રી અનિલ પરબે આપી હતી.
5 લાખ કે એનાથી વધુ વસતિવાળા શહેરમાં રિક્ષાનું લાયસન્સ આપવામાં નહીં આવે એમ પ્રસ્તાવમાં નોંધેલ છે. મુંબઈમાં રિક્ષા અને ટેક્સી, થાણે, પુણે, નાગપુર, સોલાપુર, નાશિક અને ઔરંગાબાદ જિલ્લામાં રિક્ષાની સંખ્યા પર મર્યાદા મૂકવી એવો આદેશ કેન્દ્ર સરકારે નવેમ્બર 1997માં આપ્યો હતો. એ અનુસાર ચોક્કસ મર્યાદાની બહાર લાયસન્સ જારી ન થાય એવી તજવીજ રાજ્ય સરકારે કરી હતી.
વધતી પ્રવાસી સંખ્યા, સેવા સમયસર ન મળવી અને પ્રવાસીઓની હેરાનગતિ જોતા 2017માં રિક્ષા લાયસન્સ પરની મર્યાદા પૂર્ણપણે કાઢી નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. એ પછી માગે એને લાયસન્સ મળવા માંડ્યું. તેથી રિક્ષાની સંખ્યામાં ઝડપથી મોટો વધારો થયો એવો દાવો રિક્ષા સંગઠનોએ કર્યો છે.રિક્ષાની સંખ્યા વધવાથી ચાલકોની આવક વહેંચાઈ ગઈ અને અનેક જણને આવક થવા માંડી.
જો કે વધેલી સંખ્યાના કારણે રિક્ષાના લાયસન્સ પર ફરીથી મર્યાદા મૂકવી એવી માગણી રિક્ષા સંગઠનોએ પરિવહન વિભાગ પાસે કરી હતી. આ માગણી પછી પરિવહન વિભાગે લાયસન્સ પર મર્યાદા મૂકવાનો નિર્ણય લીધો અને એક સમિતિની સ્થાપના કરી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.