રેસ્ટોરંટ શરૂ ન કરવાનો નિર્ણય:માથેરાનમાં રેસ્ટોરંટ ઓન વ્હીલ્સ યોજના પડતી મૂકાઈ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નેરો ગેજ પર મોટો ડબ્બો લઈ જવાની સગવડ નથી

સીએસએમટી અને નાગપુર સ્ટેશનની હદમાં રેસ્ટોરંટ ઓન વ્હીલ્સ શરૂ કર્યા પછી માથેરાનમાં આવી જ રેસ્ટોરંટ ઊભી કરવાનો નિર્ણય મધ્ય રેલવેએ લીધો હતો. જો કે માથેરાનમાં મિની ટ્રેનના સાંકડા પાટા (નેરો ગેજ) છે. રેસ્ટોરંટ માટે મોટા આકારના નવા ડબ્બા લઈ જવાની સગવડ ન હોવાથી માથેરાનમાં હાલ તો આ રેસ્ટોરંટ શરૂ ન કરવાનો નિર્ણય મધ્ય રેલવેએ લીધો છે.

મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશનમાં ખાદ્યપદાર્થોની દુકાન છે. પણ ત્યાં આરામથી બેસીને ભોજનનો આસ્વાદ માણી શકાય એવી રેસ્ટોરંટ ન હોવાથી પ્રવાસીઓ, પર્યટકોએ સ્ટેશનની બહારની હોટેલમાં જવું પડતું હતું. તેથી ભારતીય રેલવેએ રેસ્ટોરંટ ઓન વ્હીલ્સ સંકલ્પના અમલમાં મૂકી. રેલવેનો એક જૂનો વપરાતો ન હોય એવો એક્સપ્રેસ ટ્રેનના ડબ્બાનું રૂપાંતર રેસ્ટોરંટમાં કરવામાં આવ્યું. આ સંકલ્પનાની પ્રથમ રેસ્ટોરંટ ઓન વ્હીલ્સ ઓકટોબર 2021માં સીએસએમટી સ્ટેશનમાં શરૂ કરવામાં આવી. આ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 18ની બહારના પ્રાંગણમાં (પી.ડિમેલો રોડ) રેસ્ટોરંટ શરૂ થઈ. રેસ્ટોરંટનો ડબ્બો એસી છે અને એમાં 40 જણની બેસવાની વ્યવસ્થા છે. સીએસએમટી પછી નાગપુર સ્ટેશનમાં પણ રેસ્ટોરંટ ઓન વ્હીલ્સ શરૂ કરવામાં આવી. આ રેસ્ટોરંટને પણ ઉત્તમ પ્રતિસાદ મળી રહ્યો છે. રેસ્ટોરંટ ઓન વ્હીલ્સ માટે દાદર, લોકમાન્ય તિલક ટર્મિનસ, કલ્યાણ, લોનાવલા, નેરલ, ઈગતપુરી સ્ટેશનની હદમાં જગ્યા જોવામાં આવી છે. એ સાથે જ રેસ્ટોરંટ ઓન વ્હીલ્સ માટે હિલસ્ટેશન માથેરાનને પણ પસંદ કરવામાં આવ્યું. માથેરાનમાં પર્યટકો મોટી સંખ્યામાં મિની ટ્ર્રેનમાં પ્રવાસ કરવાનો આનંદ માણે છે. રેસ્ટોરંટ ઓન વ્હીલ્સ શરૂ થાય તો એને પણ પર્યટકો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળશે એવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જો કે માથેરાનમાં ટ્રેનના પાટા જ સાંકડા હોવાથી મેલ-એક્સપ્રેસ ટ્રેનનો મોટા આકારનો ડબ્બો લઈ જવો શક્ય ન હોવાથી આ યોજના રદ કરવામાં આવી એમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...