આયોજન:મુંબઈમાં 236 વોર્ડ માટે આજરોજ અનામત લોટરી કાઢવામાં આવશે

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 ઓગસ્ટ સુધી વાંધા અને સૂચના નોંધાવી શકાશે

ચૂંટણી પંચના આદેશ અનુસાર શુક્રવાર 29 જુલાઈના બાન્દરાના બાલગંધર્વ રંગમંદિર સભાગૃહમાં મુંબઈ મહાપાલિકાની ચૂંટણીમાં વોર્ડ અનામત માટે લોટરી કાઢવામાં આવશે. આ લોટરીમાં અન્ય પછાતવર્ગ માટે 63 વોર્ડમાં અનામત જાહેર થશે. મહિલા અનામત વોર્ડ માટે લોટરી કાઢવામાં આવશે. આ અનામત માટે 2 ઓગસ્ટ સુધી વાંધા અને સૂચના નોંધાવી શકાશે.

મહારાષ્ટ્રમાં અન્ય પછાતવર્ગના અનામત અનુસાર ચૂંટણી લેવાના સુપ્રીમ કોર્ટે પરવાનગી આપી છે. તેથી હવે નવેસરથી વોર્ડ માટે અનામત કાઢવામાં આવશે. મુંબઈ મહાપાલિકા ક્ષેત્રમાં અન્ય પછાતવર્ગ માટે 27 ટકા અનામત આપવામાં આવશે. મુંબઈ મહાપાલિકાએ ફરીથી અનામત લોટરી કાઢવાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. તેથી ઈચ્છુક ઉમેદવારોમાં ઉત્સુકતા નિર્માણ થઈ છે.

તમામ રાજકીય પક્ષનું ધ્યાન આ લોટરી પર છે. મુંબઈ મહાપાલિકાના 236 વોર્ડમાંથી અન્ય પછાતવર્ગ માટે 63 સીટ નિશ્ચિત છે. એમાંથી 32 સીટ અન્ય પછાતવર્ગ મહિલાઓ માટે અનામત થશે. 155 ઓપન કેટેગરી માટે હશે. અનુસૂચિત જાતી અને જમાતીની અનામત લોકસંખ્યાના આધારે હોવાથી 31 મેના કાઢેલી લોટરી પ્રમાણે જ યથાવત રહેશે.

ચૂંટણી માટે આંકડાઓ
મુંબઈની કુલ લોકસંખ્યા 1 કરોડ 24 લા 42 હજાર 373 છે. એમાં અનુસૂચિત જાતી 8 લાખ 3 હજાર 236, અનુસૂચિત જમાતી 1 લાખ 29 હજાર 653 જેટલી લોકસંખ્યા છે. દરેક વોર્ડમાં સરેરાશ લોકસંખ્યા 52 હજાર 722 છે. કુલ વોર્ડ 236 છે જેમાં મહિલાઓ માટે 118 અનામત છે. અનુસૂચિત જાતી માટે અનામત 15 અને મહિલાઓ માટે 8 સીટ છે. અનુસૂચિત જમાતી માટે અનામત 2 સીટ અને મહિલાઓ માટે 1 સીટ છે. અન્ય પછાતવર્ગ માટે 63 સીટ અને મહિલાઓ માટે 32 છે. સામાન્ય વર્ગ માટે 156 સીટ અને મહિલાઓ માટે 77 છે.

અન્ય સમાચારો પણ છે...