કાર્યવાહી:પોકસો અને વિનયભંગના ગુના સંબંધે સંજય પાંડેનો આદેશ રદ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંબંધિત કાયદાની જોગવાઈ અનુસાર જ કાર્યવાહી કરવામાં આવશે

પોક્સો અને વિનયભંગ સંબંધે ભૂતપૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડેએ જારી કરેલો આદેશ મંગળવારે રદ કરવામાં આવ્યો હતો. ભારે વિવાદ બાદ પાંડેએ તેની પર ફેરવિચાર કરવા કહ્યું હતું. 6 જૂનના આ આદેશ બાદ બાળ અને મહિલા સંગઠનોએ વિરોધ નોંધાવ્યો તો. આ પછી 17 જૂને નવો આદેશ જારી કરીને પોક્સો અંતર્ગત ફરિયાદ દાખલ થયા પછી તેની તપાસ કરીને તુરંત ગુનો દાખલ કરવાનો નવો આદેશ જારી કર્યો હતો, જે પણ વિવાદમાં સપડાયો હતો.

દરમિયાન પાંડે નિવૃત્ત થતાં નવા પોલીસ કમિશનર વિવેક ફણસાલકરે બંને આદેશ રદ કર્યા છે. જનસંપર્ક અધિકારી ડીસીપી સંજય લાટકરે જણાવ્યું કે આ અંગેની ફરિયાદો પ્રાપ્ત થતાં અગાઉ મુજબ જ સંબંધિત કાયદાની જોગવાઈઓ અનુસાર યોગ્ય કાર્યવાહી કરવાનો આદેશ કમિશનરની માન્યતાથી જારી કરાયો છે.નોંધનીય છે કે જૂના વાદવિવાદમાં કોઈક વ્યક્તિને ફસાવવા માટે તેની વિરુદ્ધ પોક્સો (પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ 2012) અથવા વિનયભંગની ફરિયાદ દાખલ કરવામાં આવે છે એવું અનેક વાર જોવા મળે છે.

જોકે વિવિધ કારણોસર આવા કિસ્સામાં મોટે ભાગે વેર વાળવા અથવા સામેવાળાને ફસાવવા ફરિયાદ દાખલ કરવામાં આવતી હોય છે, જેમાં પછી આરોપી નિર્દોષ પુરવાર થાય છે, પરંતુ ત્યાં સુધી તેને આર્થિક, ભાવનાત્મક, સામાજિક સહિત નુકસાન થયેલું હોય છે, જે ક્યારેય ભરપાઈ થઈ શકતું નથી. આવું ટાળવા માટે સંજય પાંડેએ મોટો નિર્ણય લીધો હતો.

આ મુજબ પોક્સો અથવા વિનયભંગની ફરિયાદ લઈને કોઈ પણ આવે તો તે વિભાગના એસીપી અને ડીસીપીની મંજૂરી પછી જ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરીને ગુનો દાખલ કરવા કાયદો અને વ્યવસ્થા સંભાળતા જોઈન્ટ કમિશનર, સર્વ પ્રાદેશિક વિભાગના એડિશનલ કમિશનર, વિભાગીય ડીસીપીને સૂચના આપી હતી.પાંડે દ્વારા 6 જૂને જારી કરાયેલા કાર્યાલયીન આદેશમાં જણાવ્યું હતું કે જૂના ઝઘડા, મિલકતના વિવાદ, પૈસાની લેણદેણ અથવા વ્યક્તિગત કારણો પરથી પોલીસ સ્ટેશનમાં પોક્સો અને વિનયભંગના કાયદા અંતર્ગત વારંવાર ફરિયાદો આવે છે.

અન્ય સમાચારો પણ છે...