કાર્યવાહી:પુરમુક્ત મુંબઈ માટે રૂપિયા 472 કરોડના ખર્ચે નાળાઓનું રિપેરીંગ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાણીની પાઈપલાઈનની ક્ષમતા બમણી કરવા માટે કાર્યવાહી કરાશે

મુંબઈને પુરમુક્ત કરવા માટે મહાપાલિકા તરફથી કાયમીસ્વરૂપી ઉપાયયોજના કરવામાં આવે છે. હવે 472 કરોડ રૂપિયાના કામનું નિયોજન કરવામાં આવ્યું છે. એમાં નાળાઓનું રિપેરીંગ, નવી પાઈપલાઈન નાખવી, બ્રિટિશકાલીન પાઈપલાઈન બદલવી, પાણી લઈ જવાની ક્ષમતા બમણી કરવી, નાળા પહોળા કરવા, નાળાઓની સફાઈ જેવા કામ કરવામાં આવશે એવી માહિતી અતિરિક્ત આયુક્ત પી.વેલરાસુએ આપી હતી.

મુંબઈ સમુદ્ર સપાટીથી ઓછી ઉંચાઈએ વસેલું શહેર હોવાથી અતિવૃષ્ટિના સમયે સમુદ્રમાં ભરતી આવે ત્યારે પાણીના નિકાલમાં અડચણ પેદા થતા અનેક ઠેકાણે પાણી ભરાઈ જાય છે. આવું ટાળવા માટે 2006થી બ્રિમસ્ટોવેડ ઉપક્રમ અંતર્ગત મહાપાલિકાના માધ્યમથી પાણી ભરાવાનું પ્રમાણ, ઠેકાણા ઓછા કરવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. એમાં મહાપાલિકાએ અત્યાર સુધી હાજી અલી, વરલી લવ્હગ્રો, ક્લિવલેન્ડ અને જુહુમાં પમ્પિંગ સ્ટેશન ઊભા કર્યા છે.

આ દરેક ઠેકાણે દર સેકન્ડે હજારો લીટર પાણી ઉલેચીને સમુદ્રમાં ફેંકવામાં આવતું હોવાથી પાણી ભરાઈ જવાની સમસ્યા ઓછી થઈ છે. ઉપરાંત ચોમાસામાં પાણી ભરાતા ઠેકાણે પંપ પણ લગાડવામાં આવે છે. આ વર્ષે ભરાયેલા પાણીને ઉલેચવા મહાપાલિકાએ 480 પંપ લગાડ્યા હતા. હવે કાયમીસ્વરૂપી ઉપાયયોજના માટે વ્યાપક પ્રમાણમાં નાળા અને પાણીની પાઈપલાઈનના કામનું નિયોજન કરવામાં આવ્યું છે.

પાઈપલાઈનની ક્ષમતા બમણી
મુંબઈની બ્રિટિશકાલીન પાણીની પાઈપલાઈનની ક્ષમતા કલાકના 2 ઈંચ વરસાદ પડે એટલું પાણી લઈ જવાની છે. છેલ્લા થોડા વર્ષમાં વાતાવરણમાં થયેલા ફેરફારના કારણે મુંબઈમાં બેત્રણ દિવસમાં જ એક મહિના જેટલો એટલે કે લગભગ 40 ઈંચ વરસાદ પડ્યાની ઘટના બની છે. વાદળ ફાટતા પડતા વરસાદને કારણે મુંબઈમાં પાણી ભરાઈ જતા જમીન ધસી પડવી, જમીનમાં ભુવા પડવા, પુર આવવા જેવી ઘટના બને છે. આ પાર્શ્વભૂમિ પર મહાપાલિકાના માધ્યમથી પાણીની પાઈપલાઈનની ક્ષમતા બમણી કરવા માટે કાર્યવાહી ચાલુ છે. તેથી અતિવૃષ્ટિમાં પાણી ભરાશે નહીં.

અન્ય સમાચારો પણ છે...