સીધા વેચાણને ઉતેજન મળશે:બીકેસીને આંતરરાષ્ટ્રીય નાણા અને વેપાર કેન્દ્ર તરીકે માન્યતા

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એમએમઆરડીએના ભૂખંડના ઈ-લીલામ કે સીધા વેચાણને ઉતેજન મળશે

બાન્દરા-કુર્લા કોમ્પ્લેક્સને રાજ્ય સરકાર તરફથી આખરે આંતરરાષ્ટ્રીય નાણા અને વેપાર કેન્દ્ર, નાણા વેપાર ક્ષેત્ર તરીકે માન્યતા આપવામાં આવી છે. આ કામ 1993થી રખડી પડ્યું હતું. એ મળવાથી બીકેસીના ભૂખંડ માટે સારી કિંમત મળવાની શક્યતા છે. એમએમઆરડીએના ત્યાંના ભૂખંડના ઈ-લીલામ કે સીધા વેચાણને ઉતેજન મળશે.

મુંબઈમાં વૈકલ્પિક આર્થિક કેન્દ્ર વિકસિત કરવાનો નિર્ણય લેતા 1977માં બીકેસી ક્ષેત્રની પસંદગી કરવામાં આવી. વિશેષ નિયોજન પ્રાધિકરણ તરીકે બીકેસીનો વિકાસ કરવાની જવાબદારી એમએમઆરડીએને આપવામાં આવી. ત્યાંની જમીનના એ થી આઈ એમ વિભાગ કરીને એમાંથી ઈ અને જી બ્લોકની જમીનની માલિકી એમએમઆરડીએને આપવામાં આવી. આ જમીનની વહેંચણી 80 વર્ષના ભાડાકરારથી આપવામાં આવે છે. એને લીધે એમએમઆરડીએને આવકનો સારો સ્ત્રોત ઊભો થયો.

દરમિયાન આ જમીનની ખરીદી-વેચાણ અને એના વિકાસને ઉતેજન આપવા એમાં પણ વિદેશી રોકાણ લાવવા માટે આંતરરાષ્ટ્રીય નાણા અને વેપાર કેન્દ્ર તરીકે બીકેસીને માન્યતા આપવામાં આવી. ઔદ્યોગિક ધોરણ અનુસાર 1993માં આ માન્યતા આપવામાં આવી. જો કે આ સંબંધી અધ્યાદેશ જારી ન થવાતી બીકેસીને આંતરરાષ્ટ્રીય નાણા કેન્દ્ર અને વેપાર કેન્દ્ર તરીકે સવલતનો લાભ મળતો નહોતો. એમાં પણ ભૂખંડના ઈ-લીલામને ફટકો પડતો હતો.

હજારો કરોડ રૂપિયાની કિંમતના ભૂખંડ પડી રહ્યા છે : અત્યારે એમએમઆરડીએ પાસે ભૂખંડનું વેચાણ એકમાત્ર આવકનો​​​​​​​ સ્ત્રોત છે. એમાં વળી એમએમઆરડીએ દ્વારા અત્યારે 1 લાખ 74 હજાર 940 કરોડ રૂપિયાના પ્રકલ્પ શરૂ કરવામાં આવ્યા છે. એમાંથી 1 લાખ 24 હજાર 193 કરોડડ રૂપિયાના પ્રકલ્પ તો ચાલુ થઈ ગયા છે.​​​​​​​ એના માટે એમએમઆરડીએએ 60 હજાર કરોડ રૂપિયાની લોન લેવી પડશે કારણ કે છેલ્લા થોડા વર્ષમાં ભૂખંડ વેચાયા ન હોવાથી હજારો કરોડ રૂપિયાની કિંમતના ભૂખંડ પડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...