પ્રોત્સાહનોનો અભાવ:અર્થતંત્રમાં સુધારણા છતાં મૃતપ્રાય એમએસએમઈનો પુનર્જન્મ નિષ્ફળ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ એકમોને નાણાકીય સહાય અને જરૂરી પ્રોત્સાહનોનો અભાવ

આરબીઆઈ દ્વારા એનપીએ 6 ટકા સુધી ઘટવાના દાવા અંગે ભૂતપૂર્વ બેન્કર અને એનપીએ સલાહકાર ડો. વિશ્વાસ પાનસેએ શંકા વ્યક્ત કરી હતી. આરબીઆઈ તાજેતરમાં દાવો કર્યો હતો કે જૂન 2022માં પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક સમયગાળા દરમિયાન શિડ્યુલ્ડ કમર્શિયલ બેન્કોનો કુલ એનપીએનો દર 6 ટકા લેખે ઘટ્યો છે.

એમએસએમઈ ચેમ્બર્સ ઓફ ઈન્ડિયાના તેમ જ તાતા જૂથના સલાહકાર તરીકેની સેવા બજાવતા ડો. વિશ્વાસ પાનસેનું માનવું છે કે એસેટ્સ રિકન્સ્ટ્રકશન કંપનીમાં ટ્રાન્સફર કરવામાં આવેલા એનપીએના કિસ્સા અથવા બેન્કો દ્વારા લિલામ કરવામાં આવેલાં એકમો, બેન્કોના એનસીપીએના ચોપડામાંથી કાઢી નાખવામાં આવ્યાં છે.કોવિડ-19 દરમિયાન સંખ્યાબંધ લઘુ અને મધ્યમ એકમો બંધ થઈ ગયાં છે અને મોટા ભાગનાં એકમોને નાણાકીય સહાય અથવા જરૂરી પ્રોત્સાહનો પૂરાં પાડવામાં આવ્યાં નથી.

ભારતીય અર્થતંત્રમાં સુધારો દેખાઈ રહ્યો છે, પરંતુ મૃતઃપ્રાય એકમોનો પુનર્જન્મ કરવામાં તે નિષ્ફળ ગયું છે, એમ ડો. પાનસેનું કહેવું છે.ભારત સરકારે મૃતપ્રાય એકમોને પૂર્ણ જીવિત કરવા માટે પ્રોત્સાહન નીતિ જાહેર કરવાની તાતી જરૂરિયાત ઉપર ડો. પાનસેએ ભાર મૂક્યો હતો. આમ કરવાથી એનપીએનાં એકમો ફરીથી નફો રળતાં થઈ જશે, એવો દાવો તેમણે વ્યક્ત કર્યો હતો.હાલનો ઈન્સોલ્વન્સી એક્ટ એમએસએમઈના સેક્ટરને સહાયભૂત થવામાંથી નિષ્ફળ ગયો છે. આ ધારો ફક્ત ખાનગી અને જાહેર ક્ષેત્રનાં એકમોને જ રક્ષણ પૂરું પાડે છે. જ્યારે માલિકી અથવા ભાગીદારી ક્ષેત્રનાં મોટા ભાગનાં એકમો આવા લાભથી વંચિત રહ્યાં છે, કારણ કે આ ધારો એમએસએમઈનાં એકમોને લાગુ નથી પડતો, એમ ડો. પાનસેએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...