કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સ્વાતંત્ર્યવીર સાવરકર વિશે કરેલા વક્તવ્યને લીધે મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. ભાજપ, મનસે અને બાળાસાહેબાંચી શિવસેના દ્વારા રાહુલની ટીકા કરવામાં આવી છે ત્યારે શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેના નેતા સંજય રાઉતે પણ નારાજી વ્યક્ત કરી છે. આ મુદ્દાને લીધે મહાવિકાસ આઘાડીમાં ફૂટ પડી શકે છે એવો ઈશારો તેમણે આપ્યો છે.
વીર સાવરકર વિશે કોઈ પણ પ્રકારનું ખોટું વક્તવ્ય અથવા તેમની બદનામી અમને માન્ય નથી. અમે તે સહન નહીં કરીએ એમ ગુરુવારે ઉદ્ધવ ઠાકરેએ અત્યંત સ્પષ્ટ રીતે કહ્યું છે. આ પછી અમારો વિષય પૂરો થયો છે, એમ કહીને તેમણે રાહુલને સલાહ પણ આપી છે.
રાહુલની ભારત જોડો યાત્રાને દેશભરમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં વધુ પ્રતિસાદ મળી રહ્યો છે. મોંઘવારી, બેરોજગારીના મુદ્દા પરથી આ યાત્રા ચાલુ છે. જોકે આ યાત્રામાં સાવરકરનો મુદ્દો ઉપાડવાની કોઈ જરૂર નહોતી. આ મુદ્દાને લીધે શિવસેના જ નહીં પણ કોંગ્રેસને પણ આંચકો લાગ્યો છે. કોંગ્રેસના પણ અનેક નેતાઓ મુશ્કેલીમાં આવ્યા છે. ઈતિહાસમાં શું બન્યું તેની તરફ ધ્યાન આપવાને બદલે રાહુલે નવો ઈતિહાસ રચવા તરફ ધ્યાન આપવું જોઈએ. આ મુદ્દા પરથી મહાવિકાસ આઘાડીમાં ફૂટ પડી શકે છે, એવો ઈશારો તેમણે આપ્યો છે.
ભાજપની પણ ટીકા
દરમિયાન સાવરકરને ભારતરત્ન આપો એવી અમારી માગણી છે. હવે ભાજપ અને અન્ય પક્ષોમાં જે નવા સાવરકર ભક્ત તૈયાર થયા છે તેઓ અમારી આ માગણીને ઉપાડી કેમ લેતા નથી એવો મારો પ્રશ્ન છે. સાવરકર ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શ્રદ્ધાસ્થાને ક્યારેય નહોતા. જોકે હવે રાજકારણ માટે તેમણે આ મુદ્દો હાથમાં લીધો છે, એમ કહીને ભાજપ પર પણ હલ્લાબોલ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.