આદિત્ય ઠાકરે પર આરોપ:આદિત્ય ઠાકરે પર આરોપ કરનારા ભાજપ નેતાઓ માફી માગે રાઉત

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • થૂંક ઉડાડીને આદિત્ય ઠાકરેને બદનામ કેમ કર્યા?

બોલીવૂડની ટેલેન્ટ મેનેજર દિશા સાલિયન પ્રકરણ પરથી આદિત્ય ઠાકરે પર આરોપ કરનાર ભાજપના નેતાઓ અને મહિલા નેતાઓએ હવે માફી માગવી જોઈએ. દિશાનું મૃત્યુ અકસ્માતે થયું હતું. તો પછી ભાજપના નેતાઓએ તે સમયે મોઢાની થૂંક ઉડાડીને આદિત્ય જેવા યુવા નેતાને બદનામ શા માટે કર્યા હતા.

આ બધાએ તુરંત આદિત્યની માફી માગવી જોઈએ, એમ ઠાકરે સેનાના સાંસદ સંજય રાઉતે જણાવ્યું હતું.સીબીઆઈએ દિશા મૃત્યુ પ્રકરણની તપાસ પૂરી કરી છે. તપાસને અંતે દિશાનું મૃત્યુ અકસ્માતે થયું હોવાનો નિષ્કર્ષ કાઢ્યો છે. અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા પછી સીબીઆઈએ દિશા પ્રકરણની સમાંતર તપાસ શરૂ કરી હતી.

આ માટે સીબીઆઈએ કોઈ પણ ગુનો દાખલ કર્યો નહોતો. જોકે આ પ્રકરણમાં સર્વ બાબતોની તપાસ કરવામાં આવતી હતી. સુશાંતસિંહની આત્મહત્યાના પાંચ દિવસ પૂર્વે જ દિશાનું શંકાસ્પદ મૃત્યુ થયું હતું, જે પછી ભાજપના વિધાનસભ્ય નિતેશ રાણે અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ આદિત્ય પર ગંભીર આરોપ કર્યા હતા.

જોકે હવે સીબીઆઈના નિષ્કર્ષને લઈને રાણેમાં આરોપોમાંથી હવા નીકળી ગઈ છે.નિતેશ રાણેએ શું આરોપ કર્યા હતા : નિતેશ રાણેએ કહ્યું હતુંકે સચિન વાઝેની મર્સિડીઝમાંથી દિશાને ઘરે લઈ જવામાં આવી હતી. રાહુલ કનાલ નામે વ્યક્તિનો મૃત્યુ પ્રકરણે કોઈ સંબંધ છે કે નહીં તે તપાસ કરવું જોઈએ. 8 જૂને દિશાનું મૃત્યુ થયું તે રાત્રે અને 13 તારીખે રાહુલ કનાલ ક્યાં હતો? તે સમયનું રાહુલ કનાલનું મોબાઈલ ટાવર લોકેશન તપાસવું જોઈએ. તેમાં કોઈક લિંક જરૂર મળશે. આ માટે તપાસ થવી જોઈએ. રાહુલ કનાલ એ આદિત્ય ઠાકરેની નાઈટ લાઈફ ગેન્ગનો હિસ્સો હતો, એવો આરોપ નિતેશે કર્યો હતો.

નારાયણ રાણેએ શું આરોપ કર્યા?
દરમિયાન નારાયણ રાણેએ આરોપ કર્યા હતા કે દિશા સાથે દુષ્કર્મ થયું હતું. તે સમયે ફ્લેટની બહાર એક મંત્રીની સિક્યુરિટી ગાર્ડ ઊભો હતો. તે કોણ હતો? દિશાની હત્યા 8 જૂને અને સુશાંતસિંહની હત્યા 13 જૂને થઈ. અમારા વક્તવ્ય પછી મને તત્કાલીન મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેનો ફોન આવ્યો હતો. મંત્રીની ગાડી હતી એવું બોલશો નહીં. તમને પણ સંતાન છે. તમે આવું કશું કરશો નહીં. આ વાત મેં પોલીસને મારા જવાબમાં પણ જણાવી હતી, પરંતુ જવાબમાંથી આ વાક્ય પડતું મુકાયું હતું, એવો આરોપ રાણેએ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...