ભાસ્કર વિશેષ:રતન તાતાના સમર્થનથી ફાર્મા સ્ટાર્ટઅપનું નસીબ ખૂલ્યું

મુંબઈ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હવે જાપાની કંપનીએ આધાર આપતાં કંપનીનું મૂલ્ય રૂપિયા 500 કરોડ

ઉત્પાદકો સાથે સીધી ભાગીદારી અને તેમની ફ્રેન્ચાઈઝી થકી ગ્રાહકોને કિફાયતી ખર્ચે ઉત્તમ ગુણવત્તા દવાઓ પૂરી પાડીને ફાર્મા ઉદ્યોગમાં ક્રાંતિ સર્જનાર સ્ટાર્ટઅપ જેનેરિક આધારના સ્થાપક અર્જુન દેશપાંડેને માથે રતન ટાટાએ હાથ મૂક્યા પછી હવે જાપાની વેન્ચર કેપિટલ બિયોન્ડ નેક્સ્ટ વેન્ચર્સે પણ ટેકો આપતાં કંપનીનું મૂલ્ય રૂ. 500 કરોડે પહોંચ્યું છે.

દેશપાંડેએ 16 વર્ષની ઉંમરે સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. જેનેરિક આધાર માટે જાપાનનો આધાર મળતાં આ પ્રથમ સંસ્થાકીય રોકાણ છે. અગાઉ ટાટા ટ્રસ્ટના ચેરમેન તન ટાટાએ એન્જલ ઈન્વેસ્ટર તરીકે અણજાહેર રકમનું રોકાણ કર્યું હતું. જાપાની કંપનીનું રોકાણ મળતાં જેનેરિક આધારની ફ્રેન્ચાઈઝી સ્ટોર વૃદ્ધિનું લક્ષ્ય 1500થી 3000 ઉપર જવાનું છે, જેના થકી ડિજિટાઈઝેશનનાં લક્ષ્યો હાંસલ કરવા સાથે ઔષધિ ઉત્પાદનની શ્રેણીની વ્યાપ્તિ વધારવાનું લક્ષ્ય છે.

હવે 20 વર્ષીય દેશપાંડે કહે છે, આપણા દેશની 130 કરોડની વસતિ માટે કિફાયતી દવાઓ બનાવીને ભારતીય આરોગ્ય સંભાળ પ્રણાલી પર પ્રભાવ નિર્માણ કરવાનું અમારું લક્ષ્ય છે. અમને વેન્ચર કેપિટલ સમુદાય પાસેથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે. બિયોન્ડ નેક્સ્ટ વેન્ચર્સમાં સુયોશી ઈતો અને તેમની ટીમે અમારામાં રોકાણ કરવા ભાગીદારી કરીને મારો ધ્યેય સાકાર કર્યો છે. આ ભંડોળ આગમી 8 મહિનામાં આવશે, જેને થકી શહેર, ટિયર 2 અને 3 શહેરોમાં ઔષધિઓની અછતનો ઉકેલ લાવવાનું લક્ષ્ય રાખીને વ્યાપક પ્રભાવ નિર્માણ કરવામાં અને વૃદ્ધિ કરવામાં મદદ થશે.

આ રીતે પ્રવાસ શરૂ થયો : અર્જુન 16 વર્ષનો હતો ત્યારે એક વરિષ્ઠ નાગરિકને દવાના દુકાનદાર પાસે કેન્સરપીડિત પોતાની પત્ની માટે ઉધાર પર દવા આપવા માટે વિનંતી કરતો જોયો હતો. આ જોઈને જેનેરિક આધાર પ્રવાસ શરૂ કરવાનો વિચાર આવ્યો. 60 ટકા ભારતીયોને દવાઓ પરવડતી નથી એ જોઈને અર્જુને જેનેરિક આધાર નામે એવો સ્ટોર શરૂ કર્યો, જે સબસિડીની કિંમતે દવા વેચવા માટે બીટુબી અને બીટુસી ફ્રેન્ચાઈઝ મોડેલને આધારે અનેક ફાર્માસ્યુટિકલ સ્ટોર્સ સાથે સહયોગમાં કામ કરે છે.

150 શહેરોમાં જોડાણ
જેનેરિક આધાર આજે સિંગલ મેડિકલ સ્ટોર અને રિટેઈલરો સાથે જોડાણ થકી 150થી વધુ શહેરોમાં હાજરી ધરાવે છે. બ્રાન્ડ્સને બદલે તે ઉત્પાદકો પાસેથી દવાઓ પ્રાપ્ત કરે છે અને રિટેઈલરો પાસે પહોંચાડે છે, જેને લીધે વચેટિયા નીકળી જાય છે અને આ દવાઓનો ખર્ચ આપોઆપ ઓછો થઈ જાય છે. આના થકી નોકરીઓ નિર્માણ થવા સાથે અનેક નાના વેપાર સાહસિકો પણ નિર્માણ થઈ રહ્યા છે. દેશમાં તેની કંપનીએ 1500થી વધુ માઈક્રો એન્ટરપ્રેન્યોર અને 8000થી વધુ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ નોકરીની તકો ઊભી કરી છે.

અન્ય સમાચારો પણ છે...