ફરિયાદ:રણવીર સિંહની મુશ્કેલી વધી, રાજ્ય મહિલા પંચને ફરિયાદ

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુનો દાખલ થયા પછી મહિલા પંચ પણ પગલાં લઈ શકે

અભિનેતા રણવીર સિંહના નિર્વસ્ત્ર ફોટોશૂટનો વિવાદ વકરી રહ્યો છે. મુંબઈમાં ચેમ્બુર પોલીસમાં મહિલા વકીલની ફરિયાદ પરથી ગુનો દાખલ થયા પછી હવે અન્ય એક વકીલે રણવીર વિરુદ્ધ રાજ્ય મહિલા પંચને ફરિયાદ કરવામાં આવી છે. એડવોકેટ આશિષ રાય દ્વારા પંચને કરેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે નગ્ન ફોટોશૂટ અભિનેતા રણવીર સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું અને તે સોશિયલ મિડિયા ટ્વિટર એકાઉન્ટ દ્વારા સર્ક્યુલેટ કરવામાં આવ્યું હતું.

સોશિયલ મિડિયા દ્વારા જે રીતે તસવીરો વાઈરલ કરવામાં આવી છે તે ચોક્કસપણે મહિલાઓ અને નાના બાળકોની ગરિમાની વિરુદ્ધ છે. આથી આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પંચે પણ રણવીર સિંહને નોટિસ જારી કરવી જોઈએ. અને આ વિવાદાસ્પદ ફોટો સોશિયલ મિડિયા એકાઉન્ટ પરથી ડિલીટ કરી દેવા જોઈએ. ફરિયાદ દ્વારા મહિલાપંચને સુઓ-મોટો (આપમેળે) નોંધ લઈને કાર્યવાહી કરવાની માગણી પણ કરવામાં આવી છે.

અગાઉ મહિલા વકીલની ફરિયાદ પરથી ચેમ્બુર પોલીસમાં રણવીર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ચેમ્બુરના વરિષ્ઠ પીઆઈએ જણાવ્યું કે 21 જુલાઈના રોજ રણવીરે પોતાનો નિર્વસ્ત્ર ફોટો ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પ્રસારિત કરીને પેપર મેગેઝીન માટે શૂટ કરી તેનું વેચાણ કરીને મોટે પાયે પૈસા મેળવવાના ઉદ્દેશથી અને સમાજમાં યુવાનોને નીતિભ્રષ્ટ અથવા સમાજ બગાડવાનો પ્રયાસ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...