વાદવિવાદ:ઠાકરે અને શિંદે જૂથ વચ્ચે થયેલા વાદવિવાદમાં રાણે પણ કૂદી પડ્યાં

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરવણ મિત્ર છે એવું કહીને ઠાકરે જૂથને ચેતવણી આવી

ભાજપના વરિષ્ઠ નેતા નારાયણ રાણેએ શિંદે જૂથના ધારાસભ્ય સદા સરવણકર અને શિવસેના વચ્ચેના વિવાદમાં ભૂસકો માર્યો છે. રાણેએ સોમવારે સરવણકરના ઘરની મુલાકાત લીધી હતી. સોમવારે બપોરે 12 વાગ્યાની આસપાસ દાદરમાં સરવણકરના ઘરે રાણે પહોંચ્યા હતા. સરવણકર પોતે અને તેમના પુત્ર, રાણેનું સ્વાગત કરવા ઘરની નીચે ઊભા હતા.

આ સમયે ઠાકરે જૂથને રાણેએ પોતાની શૈલીમાં ચેતવણી આપી હતી, જેને લઈ આ વિવાદ વકરે એવી શક્યતા છે.રાણે અને સરવણકર વચ્ચે જૂનો સંબંધ છે. સરવણકર 2009માં શિવસેના છોડીને રાણેની સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. અનંત ચતુર્દશીના દિવસે અને પછી બીજા દિવસે ઠાકરે જૂથના મહેશ સાવંત અને સરવણકરના જૂથ વચ્ચે ઝઘડો થયો. બંને એક સમયે સાથીદાર હતા, મહેશ સાવંત પણ નારાયણ રાણેનો હાથ પકડીને સરવણકર સાથે કોંગ્રેસમાં જોડાયા હતા, પરંતુ આખરે બંને શિવસેનામાં પાછા ફર્યા.

શિંદે જૂથ અને શિવસૈનિકો વચ્ચે ઘર્ષણ
ગણેશ વિસર્જન માટે નીકળેલી શોભાયાત્રામાં શિવસેના અને શિંદે જૂથના સમર્થકો વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. પ્રભાદેવી ખાતે ગણેશ વિસર્જન દરમિયાન શિવસેના અને શિંદે જૂથના કાર્યકરો સામસામે આવી ગયા હતા. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શિવસૈનિકોને શાંત રહેવાનો આદેશ આપ્યા બાદ અથડામણ ટળી હતી, પરંતુ શનિવારે ફરી વિવાદ વકર્યો હતો.

સદા સરવણકરના સમર્થકોએ શિવસૈનિકોને મનાવવાનો પ્રયાસ કર્યા બાદ શાબ્દિક બોલાચાલી પણ થઈ હતી. આ પછી શિવસૈનિકોએ આરોપ લગાવ્યો કે શિંદે જૂથના ધારાસભ્ય સદા સરવણકરે શિવસેના વિભાગના વડા મહેશ સાવંત સાથે મળીને શિવસૈનિકોને પિસ્તોલથી ધમકાવ્યા અને ફાયરિંગ કર્યું એવો આરોપ કરાયો હતો, જે બાદ સદા સરવણકર અને તેમના સમર્થકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. ઉપરાંત મારામારી પ્રકરણે પાંચ શિવસૈનિકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...