હવામાન વિભાગ:રાજ્યમાં આગામી પાંચ દિવસમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં હાલ હીટવેવથી નાગરિકો પરેશાન છે. ઉકળાટથી હેરાન થયેલા બધા જ વરસાદ ક્યારે પડશે તેની ચાતકની નજરે રાહ જોઈ રહ્યા છે. આવા સંજોગોમાં હવામાન વિભાગે દિલાસદાયક આગાહી કરી છે. આગામી પાંચ દિવસમાં રાજ્યના અનેક ભાગોમાં વરસાદની શક્યતા વર્તાવવામાં આવી છે.

રાજ્યમાં આ વખતે ચોમાસુ વહેલું આવવાનો અંદાજ વિભાગે વર્તાવ્યો હતો. જોકે આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિ નહીં હોવાથી છેલ્લા ચાર દિવસ ચોમાસુ કર્ણાટકના કારવાર સુધી આવીને અટક્યું છે. નૈઋત્યનો મોસમી પવનને મહારાષ્ટ્રમાં પ્રવેશમાં હાલ અવરોધ પેદા થવાને કારણે ચોમાસુ કર્ણાટકમાં જ અટકી પડ્યું હોવાની માહિતી વિભાગે આપી છે.

જોકે તે છતાં આગામી પાંચ દિવસમાં રાજ્યના અને ક ભાગોમાં વરસાદનાં ઝાપટાં પડી શકે છે. અમુક ઠેકાણે ગાજવીજ સાથે વરસાદ પડવાનો અંદાજ છે. રાજ્યમાં વિદર્ભ, મરાઠવાડા, ઉત્તર મહારાષ્ટ્ર સાથે અન્ય અનેક ભાગોમાં હીટવેવ ચાલુ જ રહેશે એવો અંદાજ છે.

એક બાજુ ચોમાસાના પ્રવાસ મંદ પડવા છતાં ઉત્તર અને મધ્ય ભારતમાં હીટવેવ આવી છે ઉત્તર બાજુ આવનારો સૂકા, ગરમ પવનને લીધે વિદર્ભ સહિત ઉત્તર ભારતનાં અનેક ઠેકાણે હીટવેવ વધુ બે દિવસ કાયમ રહેશે એવો અંદાજ વિભાગે વ્યક્ત કર્યો છે. શનિવાર- રવિવારે ચંદ્રપુરમાં 46 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...