દિશાદર્શક:સંવર્ધન કરવામાં આવેલા 15 માઈલસ્ટોન પર ક્યૂઆર કોડ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્કેન કર્યા બાદ વેબસાઈટ અને હેરિટેજ સેલ સાથે કનેક્ટ થતા માહિતી મળશે

બ્રિટિશકાળમાં મુંબઈના રસ્તા વાહનવ્યવહારનું મહત્વનું દિશાદર્શક બનેલા માઈલસ્ટોન પર ક્યૂઆર કોડ હવે મુંબઈગરાઓ અને પર્યટકોને ઐતિહાસિક માર્ગ દેખાડશે અને મહત્વ તથા માહિતી પણ આપશે. એના માટે મહાપાલિકાના હેરિટેજ વિભાગ તરફથી જતન અને સંવર્ધન કરવામાં આવેલા 15 માઈલસ્ટોન પર ક્યૂઆર કોડ લગાડવામાં આવ્યા છે.

આ ક્યૂઆર કોડ સ્કેન કર્યા બાદ મહાપાલિકાની વેબસાઈટ અને હેરિટેજ સેલ સાથે કનેક્ટ થઈને માઈલસ્ટોનની માહિતી મળશે. મુંબઈમાં મળેલા માઈલસ્ટોનને ફરીથી જૂનો વૈભવ મેળવી આપવામાં આવ્યો છે. મહાપાલિકાના પુરાતન સ્થાપત્ય વિભાગ તરફથી આ કામ કરવામાં આવી રહ્યું છે. બ્રિટિશકાળમાં મુંબઈના હોર્મિમન સર્કલ નજીકના સેંટ કેથ્રેડલ થોમસ ચર્ચ ખાતેથી મુંબઈ શહેર શરૂ થતું હતું.

અહીંથી મુંબઈ જવા માટે ઘોડાગાડી, બળદગાડા ચાલતા. ત્યાંના ઠેકાણાને શૂન્યથી એટલે કે ઝીરો માઈલથી મુંબઈમાં આગળ દરેક માઈલ પર આ બેસોલ્ટના પંચકોણ આકારના પથ્થર લગાડવામાં આવ્યા હતા. એમાં સાયન ટેંક, કિલ્લા ખાતે છેલ્લો માઈલસ્ટોન છે. હેરિટેજ ગ્રેડ વન તરીકે નોંધાયેલા આ માઈલસ્ટોન મુંબઈનો જેમ જેમ વિકાસ થતો ગયો તેમ વાહનવ્યવહારના સાધનો બદલાતા અદશ્ય થતા ગયા.

એક સમયે અંતર ગણવા નિશાન બનેલા પથ્થરોને મહાપાલિકાના હેરિટેજ વિભાગ તરફથી મૂળ સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ ઠેકાણે મુંબઈગરાઓ સેલ્ફી પણ લઈ શકશે. માઈલસ્ટોનના સંવર્ધનના ઉપક્રમમાં શરૂઆતમાં મૂળ સ્વરૂપના ફક્ત 9 માઈલસ્ટોન મળ્યા હતા. જો કે મહાપાલિકાના હેરિટેજ વિભાગના માધ્યમથી કરવામાં આવેલા પ્રયત્નના કારણે વધુ 2 માઈલસ્ટોન મળ્યા હતા. 4 માઈલસ્ટોન નવેસરથી તૈયાર કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...