તપાસ:સલમાનને ધમકીપત્ર મામલે પુણેના આરોપીની પૂછપરછ

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૂસેવાલા કેસમાં કાંબળે બિશ્નોઈ ગેન્ગનો સભ્ય

પટકથા લેખક સલીમ ખાન અને તેમના અભિનેત્રી પુત્ર સલમાનને ધમકીનો પત્ર આપવા અંગે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગુરુવારે પુણે શહેરમાં પહોંચી હતી અને સિદ્ધેશ હિરામણ કાંબળે ઉર્ફે મહાકાળની પૂછપરછ કરી હતી.

લોકપ્રિય પંજાબી ગાયક અને કોંગ્રેસનો નેતા સિદ્ધુ મૂસેવાલાની હત્યાના કેસમાં કાંબળેની ધરપકડ કરવામાં આવી છે. રવિવારે બાંદરા વિસ્તારમાં બેન્ચ પર ધમકીપત્ર કોણે મૂક્યો હતો તે વિશે પોલીસે કાંબળેની પૂછપરછ કરી હતી.

કાંબળેની પુણે ગ્રામીણ પોલીસે બુધવારે ધરપકડ કરી હતી. તે લોરેન્સ બિશ્નોઈ ગેન્ગનો ગુંડો છે. મૂસેવાલા હત્યા કેસમાં શાર્પશૂટર મનાતા પુણેના સંતોષ જાધવને ઘટનાને અંજામ આપ્યા પછી કાંબળેએ છુપાવ્યો હતો, એમ પુણે પોલીસનું કહેવું છે. જાધવ અને કાંબળે વિરુદ્ધ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અન્ય એક હત્યાનો પણ આરોપ છે, જેમાં બંને વોન્ટેડ હતા.

નોંધનીય છે કે મુંબઈ પોલીસે ખાન પિતા- પુત્રનાં નિવેદન નોંધ્યાં છે અને બાંદરામાં તેમના નિવાસસ્થાન ગેલેક્સી આસપાસ સલામતી વધારી દીધી છે. સલીમ ખાનના બે બોડીગાર્ડનાં નિવેદન પણ પોલીસે નોંધ્યાં છે.

મુંબઈ પોલીસ અનુસાર ધમકીના પત્રમાં લખ્યું હતુઃ સલીમ ખાન, સલમાન ખાન, બહોત જલ્દ આપકા મૂસેવાલા હોગા. જી.બી. એલ.બી. પોલીસે તારણ કાઢ્યું છે કે જીબી અને એલબી એટલે ગેન્ગસ્ટર ગોલ્ડી બ્રાર અને લોરેન્સ બિશ્નોઈ છે.

અન્ય સમાચારો પણ છે...