આરોપ:ફોન ટેપિંગ કેસમાં રશ્મિ શુક્લા વિરુદ્ધ કાર્યવાહી કરવાનો પ્રસ્તાવ નકારાયો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પુણે પછી કોલાબાના કેસમાં પણ શુક્લાને દિલાસો

ભાજપના શાસનકાળમાં વિરોધી પક્ષના અમુક નેતાઓના ફોન કરવાના કેસમાં પુણે પોલીસે આઈપીએસ અધિકારી રશ્મિ શુક્લા વિરુદ્ધ દાખલ કરેલી એફઆઈઆરમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યા પછી ફોન ટેપિંગના અન્ય કેસમાં કોલાબા પોલીસે શુક્લા વિરુદ્ધ કાર્યવાહી કરવાનો મોકલેલો પ્રસ્તાવ શિંદે- ફડણવીસ સરકારે નકારી કાઢ્યો છે.રાષ્ટ્રવાદીના નેતા એકનાથ ખડસે, શિવસેનાના નેતા સંજય રાઉત સહિતના કેટલાક નેતાઓના ફોન ટેપ કરવા સંબંધે કોલાબા પોલીસે શુક્લા સામે માર્ચમાં ગુનો દાખલ કર્યો હતો. આ પછી એપ્રિલમાં પોલીસે 750 પાનાંની ચાર્જશીટ દાખલ કરી હતી.

જોકે એકનાથ શિંદેની સરકાર આવ્યા પછી સીઆરપીસીની કલમ 197 હેઠળ તપાસ બંધ કરવા પોલીસે કોર્ટને પત્ર લખ્યો હતો. આ કલમ હેઠળ સરકારી અધિકારીએ આચરેલું કૃત્ય જો તેમની સત્તાવાર ફરજ સાથે પ્રત્યક્ષ સંકળાયેલી હોય તો તેની સામે કાર્યવાહી કરવા સક્ષમ પ્રશાસન પાસેથી મંજૂરી આવશ્યક છે. મંજૂરી આપતા પ્રશાસને સંબંધિત સામે કાર્યવાહીને મંજૂરી આપવી કે નહીં તે નક્કી કરવા માટે સર્વ પુરાવાને ધ્યાનમાં લેવાનું આવશ્યક છે.

એક અધિકારીએ શુક્લા સામે કાર્યવાહીનો પોલીસનો પ્રસ્તાવ સરકારે નકાર્યો તે વાતને સમર્થન આપ્યું હતું. હવે તે કોર્ટમાં સુપરત કરાશે. કોલાબા પોલીસે અગાઉ ઈન્ડિયન ટેલિગ્રાફ એક્ટ અને ભારતીય દંડ સંહિતાની સુસંગત કલમો હેઠળ શુક્લા સામે એફઆઈઆર દાખલ કરી હતી. એડિશનલ કમિશનર રાજીવ જૈને આ ફરિયાદ નોંધાવી હતી, જેમાં શુક્લા પર ખડસે અને રાઉતના ફોન નંબરો સર્વેલન્સ પર મૂકવાનો આરોપ મૂકિયો હતો.

ભાજપ- શિવસેના સરકારમાં કાંડ : શુક્લા ગત ભાજપ- શિવસેના સરકારમાં રાજ્ય ગુપ્તચર વિભાગમાં પ્રમુખપદે હતાં ત્યારે ફોન ટેપિંગ થયા હતા. કોલાબો પોલીસે ચાર્જશીટમાં 18 સાક્ષીદાર અને અન્ય દસ્તાવેજી પુરાવાનો સમાવેશ કર્યો હતો. કેસમાં સાક્ષીદારોમાં ખડસે, રાઉત, માજી વધારાના મુખ્ય સચિવ અઇને એસઆઈડીમાં શુક્લા પ્રમુખ હતાં ત્યારે કામ કરનારા અન્ય કર્મચારીઓનો સમાવેશ થાય છે.

રશ્મિ શુક્લા સામે શું આરોપ છે
શુક્લા સામે ઠાકરેની આગેવાની હેઠળની ત્રણ પક્ષની સરકારે ભારતીય દંડ સંહિતાની કલમ 165 (સરકારી અધિકારી દ્વારા પરવાનગી વિના મૂલ્યવાન ચીજો પ્રાપ્ત કરવી), 465 (ફોર્જરી) અને 471 (ચેડાં કરેલા દસ્તાવેજો અસલી તરીકે ઉપયોગ કરવા) અને ટેલિગ્રાફ એક્ટની કલમ 26 હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...