ન્યાયસંસ્થા લોકશાહીનો મુખ્ય આધારસ્તંભ છે. આ સમાજનાં દરેક ઘટકની આર્થિક અને સામાજિક પ્રગતિ માટે લોહીનું એક ટીપું પણ નહીં જવા દેતાં કરવામાં આવતું શાસન એટલે લોકશાહી, આ દેશના બંધારણમાં લોકશાહીની વ્યાખ્યા છે, જે ડો. બાબાસાહેબ આંબેડકરે કરી હતી. આ લોકશાહીમાં દેશના બધા નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવું તે ન્યાયયંત્રણાની મુખ્ય ફરજ છે, જ્યાં મૂળભૂત હકમાં અવરોધ આવે ત્યાં ન્યાયયંત્રણાનું કામ વધે છે, એમ મુંબઈ હાઈ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ અભય ઠિપસેએ જણાવ્યું હતું.
ન્યાયાધીશો પર એકાદ પ્રકરણમાં નિર્ણય લેવા દબાણ હોવું તે વાતાવરણ લોકશાહી માટે ઘાતક છે. ન્યાયવ્યવસ્થામાં કામ કરનારા વકીલોએ તે માટે આગેવાની લેવી જોઈએ અને આવું વાતાવરણ તૈયાર નહીં થાય તે માટે ઉકેલ કાઢવો જોઈએ, એવો અનુરોધ પણ તેમણે કર્યો હતો.મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ ભાઈ જગતાપના માર્ગદર્શનમાં મુંબઈ કોંગ્રેસના લીગલ સેલ દ્વારા ન્યાયવ્યવસ્થા- લોકશાહીનો આધારસ્તંભ વિષય પર આયોજિત કાર્યક્રમમાં તેઓ બોલતા હતા. આ સમયે ભાઈ જગતાપે જણાવ્યું કે લોકશાહીનો મુખ્ય આધાર છે લોકશાહી રાજ્ય પદ્ધતિ વાસ્તવમાં અમલ કરતી યંત્રણા.
તેમાં ન્યાયયંત્રણા અત્યંત મહત્ત્વની હોય છે. સમાજમાં અન્યાયનો અંધકાર છવાય ત્યારે તેમાંથી માર્ગ કાઢવા બંધારણની ચોકટ એ એક જ રાહ બતાવનારો દીવો હોય છે. ન્યાયયંત્રણા આ જ બંધારણના આધાર પર ચાલે છે. લોકશાહીમાં રાજ્યકર્તાઓ દ્વારા મનમાની રીતે કાંઈક ખોટું થતું હોય અથવા ખોટા નિર્ણય લેવાતા હોય તો તેમને તે નિર્ણય લેવાથી રોકવાનું કામ ન્યાયયંત્રણામાં કામ કરનારા લોકોએ કરવું જોઈએ, કારણ કે તેમનો તે અધિકાર છે. આ સમયે વરિષ્ઠ વકીલ નીતા કર્ણિક, લીગલ સેલના અધ્યક્ષ તુષાર કદમ, કાર્યાધ્યક્ષ રામચંદ્ર યાદવ, રાજેશ મોરે હાજર હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.