દલીલ:પતરા ચાલ ગોટાળામાં પ્રવીણ રાઉત મહોરું છે, સૂત્રધાર સંજય રાઉતઃED

મુંબઈ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાઉતના બિઝનેસમાંથી બધા પૈસા આવ્યા છેઃ વકીલોએ દલીલ કરી
  • {ઈડીને વકીલે કહ્યું, લોકો પાસેથી વિદેશ પ્રવાસ કેમ ફાઈનાન્સ કરાતા હતા?

પતરા ચાલ ગોટાળામાં ડેવલપર પ્રવીણ રાઉત તો ફક્ત મહોરો છે. અસલી સૂત્રધાર સંજય રાઉત જ છે. અમારી પાસે નક્કર પુરાવા છે. આ વિશે વધુ માહિતી સંજય રાઉત પાસેથી કઢાવવાની છે, એવું કહીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા સંજય રાઉતની કસ્ટડી માગવામાં આવી હતી.

બીજી બાજુ રાઉત વતી વકીલોએ આ કેસ મૂળમાં ખોટા પુરાવા બનાવીને તૈયાર કરાયો છે. અગાઉ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના શાખાએ પણ તપાસ કરી હતી, પરંતુ કશું મળ્યું નહોતું એવી દલીલ કરી હતી. સેશન્સ કોર્ટના રૂમ-16માં જસ્ટિસ એમ જી દેશપાંડે સામે રાઉતને હાજર કરાયા હતા.ઈડી વતી એડવોકેટ હિતેન વેણેગાવકરે દલીલમાં જણાવ્યું કે રાઉતે બે સાક્ષીદારોને પણ ધમકાવ્યા છે.

તેમને જામીન મળે તો ફરીથી ધમકી આપી શકે છે અથવા તેથી વધુ પણ કોઈ કૃત્ય કરી શકે છે. તેમને બિઝનેસમેન અને વિવિધ લોકો પાસેથી વિદેશ પ્રવાસ પુરસ્કૃત કરવામાં આવે છે તેનું ચોક્કસ કારણ શું છે. પ્રવીણ રાઉત દર મહિને સંજય રાઉતને રૂ. 2 લાખ આપતા હતા તે શા માટે એવી દલીલો ઈડીએ કરી હતી.

આ સામે રાઉતના વકીલોએ દલીલ કરી કે 2022માં આર્થિક ગુના શાખાએ પ્રકરણની તપાસ કરી હતી. તેમાં કોઈ ગેરરીતિ મળી નહોતી. જોકે રાજ્યમાં સત્તાંતર થતાં જ કાર્યવાહી કરવામાં આવી. રાજકીય વેરવૃત્તિથી આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાઉતે ઈડીને બધી બાબતમાં સહયોગ આપ્યો છે. તેઓ હાર્ટના દર્દી છે. આથી ઓછી કસ્ટડી મળે એવી દલીલ રાઉત વતી વરિષ્ઠ વકીલ એડ. અશોક મુંદરગીએ કરી હતી.

રાઉતના વકીલોના મુખ્ય મુદ્દા
રાઉત પર કાર્યવાહી રાજકીય હેતુથી કરાઈ રહી છે. અમુક પ્રશ્નોના ઉત્તરો આપી નહીં શકાય તો તે ગુનો બનતો નથી, જેને ઈડી તપાસમાં અસહયોગ કહે છે. રાઉત રાજકીય નેતા છે. તેઓ સંસદના સત્રમાં હોવાથી તપાસ માટે હાજર રહી શક્યા નહોતા. ઈડીના અધિકારી સવારે 7.30 વાગ્યે રાઉતના ઘરે આવ્યા, પરંતુ ધરપકડ રાત્રે 12.00 વાગ્યે કરી. આટલી મોટી ધરપકડ શા માટે? રાઉત હૃદયના દર્દી હોવાથી તેમની રાત્રે પૂછપરછ કરવી નહીં જોઈએ.

કોર્ટે શું નિરીક્ષણ કર્યું
રાઉત તપાસના સહયોગ આપતા નથી તેથી તેમના ઘરે દરોડા પાડ્યા એવી દલીલ ઈડીએ કરી હતી. જસ્ટિસ એમ જી દેશપાંડેએ તે સામે ઈડીને જણાવ્યું કે રાઉતે તપાસ માટે ગેરહાજર રહેવાનું કારણ અગાઉથી જ જણાવી દીધું હતું. આથી તપાસમાં સહયોગ આપતા નથી એવું કહેવું ખોટું છે. આમ કહીને ઈડીએ 8 દિવસની કસ્ટડી માગી હતી તેની સામે ફક્ત 4 દિવસની જ કસ્ટડી માન્ય કરી હતી.

ઈડીની દલીલના મુખ્ય મુદ્દા
રાઉતે ગોગારીની આવકમાંથી સંપત્તિ ખરીદી, તેમાંથી રાયગઢના કિહિમ બીચ પર જમીન ખરીદી કરી. એક જગ્યા તેમની પરિચિત સ્વપ્ના પાટકરને નામે ખરીદી કરી. 2010-11 રાઉતને તેમના નિકટવર્તી ડેવલપર પ્રવીણ રાઉત પાસેથી મહિને રૂ. 2 લાખ મળતા હતા. વિદેશ પ્રવાસ માટે તેમને પૈસા મળતા હતા. મની લોન્ડરિંગ કાયદા હેઠળ આ ગુનો છે.

કોર્ટે શું કહ્યું?
રાઉતે તપાસમાં સહયોગ આપ્યો છે એવું દેખાય છે. આરોપ ગંભીર છે. જોકે તેથી આઠ દિવસની કસ્ટડીની જરૂર નથી. રાત્રે 10.00 વાગ્યા પછી તેમની પૂછપરછ નહીં કરી શકાશે. તેમને ઘરનું ભોજન અને દવાઓ પૂરાં પાડવાની વિનંતી પણ કોર્ટે માન્ય કરી છે.

અન્ય સમાચારો પણ છે...