તપાસ:અમરાવતીમાં કોલ્હે હત્યા પ્રકરણે આંતરરાષ્ટ્રીય કનેક્શનની શક્યતા

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આમ મામલે એનઆઈએ તરફથી એફઆઈઆર દાખલ કરવામાં આવી

અમરાવતીમાં ઉમેશ કોલ્હે હત્યા પ્રકરણમાં તપાસ યંત્રણાએ એફઆઈઆર દાખલ કરી છે. ઉમેશની હત્યા એક ખાસ સમુદાયના લોકોમાં દહેશત ઊભી કરવા માટે કરવામાં આવી હોવાનું એનઆઈએએફઆઈઆરમાં જણાવ્યું છે. ઉમેશ કોલ્હે હત્યા પ્રકરણની તપાસ એનઆઈએને સોંપવાનો નિર્ણય ગૃહ મંત્રાલયે લીધો હતો. એ અનુસાર એનઆઈએએ આ ઘટનાની તપાસ કરતા એફઆઈઆર દાખલ કરી છે. ઉમેશની હત્યા કરવા પાછળ દેશના એક ખાસ સમુદાયના નાગરિકોમાં દહેશત ઊભી કરવાનો ઉદ્દેશ હતો એમ એફઆઈઆરમાં જણાવવામાં આવ્યું છે.

તેમ જ આ પ્રકરણના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંબંધ હોવાની શક્યતા હોવાનું એનઆઈએ એફઆઈઆરમાં જણાવ્યું છે. અમરાવતીમાં દવાના વેપારી ઉમેશ કોલ્હેએ વિવાદસ્પદ બનેલા નુપૂર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયામાં મેસેજ પોસ્ટ કર્યો હોવાથી તેની હત્યા કરવામાં આવી હતી. 21 જૂનના અમિત મેડિકલ્સના સંચાલક ઉમેશ કોલ્હે દુકાન બંધ કરીને બાઈક પર ઘરે જતો હતો એ સમયે રાતના સાડા દસના સુમારે શ્યામ ચોકના ઘંટાઘર પરિસરમાં ચાકુથી વાર કરીને તેની હત્યા કરવામાં આવી હતી. આ પ્રકરણે શહેર કોતવાલી પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...