પ્રશાસનનો વિચાર:મુંબઈગરાઓ માટે પાણી વેરામાં 6 થી 7 ટકાના વધારાની શક્યતા

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જો કે ચૂંટણી માથે હોવાથી અમલબજાવણી થશે કે નહીં એની ઉત્સુકતા

મુંબઈગરાઓ માટે આ વર્ષથી પાણી વેરામાં વધારો થાય એવી શક્યતા છે. દર વર્ષે જૂન મહિનામાં પાણી વેરામાં કરવામાં આવતો વધારો કોરોનાના સમયમાં થયો નહોતો. આ વર્ષે પાણી વેરામાં 6 થી 7 ટકાનો વધારો કરવાનો પ્રશાસનનો વિચાર છે. પાણી પુરવઠા પર થયેલા ખર્ચનો કયાસ એકાઉન્ટ્સ વિભાગ તરફથી લેવામાં આવી રહ્યો છે. આ મહિનાના અંત સુધી પાણી વેરામાં વધારો કરવાનો પ્રસ્તાવ તૈયાર થાય એવી શક્યતા છે.

જો કે મહાપાલિકાની ચૂંટણી માથે હોવાથી પાણી વેરામાં વધારો લાગુ થશે કે નહીં એ બાબતે સૌને ઉત્સુકતા છે. કોરોનાના કારણે પાણી વેરામાં વધારો કરવામાં આવ્યો નહોતો. આ વર્ષે પાણી વેરામાં વધારો કરવો પડશે એમ અતિરિક્ત આયુક્ત પી. વેલરાસુએ જણાવ્યું હતું. મુંબઈગરાઓને પીવાના શુદ્ધ પાણીનો પુરવઠો કરવા માટે મહાપાલિકાએ પાણીના સ્ત્રોત વિકસિત કરવા, જળશુદ્ધિકરણ કરવું, પાણી પુરવઠા યંત્રણામાં સુધારો કરવો, જૂની અને જર્જરિત થયેલી પાઈપલાઈન બદલવી, ગળતરનું રિપેરીંગ કરવું, મેઈનટેનન્સ અને રિપેરીંગ જેવા વિવિધ કામ કરવા પડે છે.

આ બધા કામ માટે મહાપાલિકાને થતા ખર્ચની સરખામણીએ પાણી વેરો લેવામાં આવે છે. દર વર્ષે જૂન મહિનામાં પાણીના વેરામાં થોડા ટકાનો વધારો કરવામાં આવે છે. કોરોના અને લોકડાઉનના કારણે ગયા વર્ષે વેરામાં વધારો કરવામાં આવ્યો નહોતો. પાણી પુરવઠો કરવા માટે ગયા આર્થિક વર્ષમાં કેટલો ખર્ચ થયો એનો કયાસ કાઢવાનું કામ અત્યારે ચાલી રહ્યું છે.

આગામી પંદર દિવસમાં પાણી વેરામાં કેટલો વધારો કરવાનો એ બાબતે નિર્ણય લેશું એવી માહિતી વોટર એન્જિનિયરીંગ ડિપાર્ટમેંટના અધિકારીઓએ આપી હતી. મહાપાલિકા પાણીના વેરામાં વધારો કરશે તો એનો સૌથી મોટો ફટકો ઉદ્યોગધંધા, કારખાના, બાંધકામને પડે છે. ટૂંક સમયમાં મહાપાલિકાની ચૂંટણી થવાની હોવાથી મતદારોને નારાજ કરવા રાજકીય પક્ષો તૈયાર થશે કે એવો પ્રશ્ન ઉપસ્થિત થયો છે.

5.22 રૂપિયા હજાર લીટર દીઠ દર
ભાતસા, તાનસા, મધ્ય વૈતરણા, અપ્પર વૈતરણા, મોડક સાગર, વિહાર અને તુલસી એમ 7 ડેમમાંથી મુંબઈગરાઓને દરરોજ 3 હજાર 800 મિલિયન લીટર પાણી પૂરું પાડવામાં આવે છે. ધોરણ અનુસાર નિયોજનબદ્ધ ઈમારતના રહેવાસીઓને દરરોજ વ્યક્તિદીઠ 135 લીટર પાણી પુરવઠો કરવામાં આવે છે. ઈમારતના રહેવાસીઓ માટે અત્યારના દર 5.22 રૂપિયા હજાર લીટર દીઠ છે.

અન્ય સમાચારો પણ છે...