ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સાકીનામાં 34 મહિલા સાથે દુષ્કર્મ અને હત્યા કરવા સંબંધે 45 વર્ષીય આરોપી મોહન ચૌહાણને ફાંસીની સજા આપવામાં આવે, કારણ કે આ કેસ રેરેસ્ટ ઓફ રેર (દુર્લભમાં દુર્લભ કેસ) શ્રેણી હેઠળ આવે છે. નોંધનીય છે કે ચૌહાણે દુષ્કર્મ બાદ મહિલાના ગુપ્તાંગમાં સળિયો ભરાવી દીધો હતો.
દિંડોશીના એડિશનલ સેશન્સ જજ એચ સી શેંડેએ 30 મેના રોજ રેપ અને હત્યા માટે ભારતીય દંડ સંહિતાની વિવિધ જોગવાઈઓ હેઠળ ચૌહાણને કસૂરવાર ઠરાવ્યો હતો. કોર્ટ હવે ગુરુવારે સજા સંભળાવશે.આ ગુનો મહિલા વિરુદ્ધ છે અને પછાત જાતિની મહિલા વિરુદ્ધ આચરવામાં આવ્યો હોવાથી તે વધુ ગંભીર બને છે, એમ ફરિયાદ પક્ષ વતી બુધવારે કોર્ટમાં દલીલ કરતાં એડવોકેટ મહેશ મુળેએ જણાવ્યું હતું.
આ મધરાત્રે અંધારામાં નિઃસહાય, એકલી મહિલા પર ભયાનક, અત્યંત ઘાતકી હુમલો છે, જેથી મુંબઈ જેવા મહાનગરમાં મહિલાની સુરક્ષા માટે ડર પેદા થયો છે, એવી દલીલ તેમણે કરી હતી.આ કેસ રેરેસ્ટ ઓફ રેરના માપદંડમાં અચૂક બંધબેસે છે અને તેથી આરોપીને ફાંસીની સજા સંભળાવવી જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.
નોંધનીય છે કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ચૌહાણે મહિલા સાથે એક ઊભેલા વાહનમાં લઈ જઈને દુષ્કર્મ કર્યું હતું અને ત્યાર પછી તેના ગુપ્તાંગમાં સળિયો ભરાવી દીધો હતો. આ ઘટના બહાર આવ્યા પછી પોલીસ દ્વારા તેને મહાપાલિકા સંચાલિત રાજાવાડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
મહિલાના ગુપ્તાંગમાંથી બેસુમાર લોહી વહી ગયું હોવાથી બીજા દિવસે કણસતાં કણસતાં તેનું મૃત્યુ થયું હતું. આ ઘટનાને લઈને ભારે હોબાળો મચ્યો હતો. આથી પોલીસે યુદ્ધને ધોરણે તપાસ કરીને આરોપીને ઝડપી લીધો હતો, જે પછી ફક્ત 18 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. કેસમાં મહેશ મુળે સાથે વિશેષ સરકારી વકીલ રાજા ઠાકરેએ આરોપીને સજા મળે તે માટે મજબૂત રજૂઆતો કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.