કાર્યવાહી કરવાની પોલીસોને મનાઈ:વાહનચાલકો પર કઠોર કાર્યવાહી ન કરવાનો પોલીસ કમિશનરનો આદેશ

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોક્સો પછી ભૂતપૂર્વ કમિશનર સંજય પાંડેએ આપેલો વધુ એક આદેશ પાછો ખેંચવામાં આવ્યો

પોક્સો પછી મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડેએ આપેલો વધુ એક આદેશ પાછો ખેંચવામાં આવ્યો છે. વિરુદ્ધ દિશામાં વાહન ચલાવનાર પર ઈંડિયન પીનલ કોડ કાયદા અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવતો હોવાથી યુવાનોને થતી હેરાનગતિ જોતા પોલીસ કમિશનર વિવેક ફણસળકરે કઠોર કાર્યવાહી કરવાની પોલીસોને મનાઈ ફરમાવી છે.

મુંબઈના તમામ પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને બીજા વરિષ્ઠ અધિકારીઓ સાથે લીધેલી પહેલી ગુના પરિષદમાં તેમણે અનેક મુદ્દાઓ પર પોલીસોનું માર્ગદર્શન કર્યું. સંજય પાંડે પોલીસ કમિશનર હતા એ સમયે તેમણે વિરુદ્ધ દિશામાં વાહન ચલાવતા કોઈ દેખાય તો તેના પર ઈંડિયન પીનલ કોડ અંતર્ગત ગુનો દાખલ કરવાનો આદેશ તમામ પોલીસને આપ્યો હતો.

ત્રણથી ચાર મહિનામાં એક લાખ કરતા વધારે ચાલકો પર ગુનો દાખલ કરવામાં આવ્યો. સીધા ઈંડિયન પીનલ કોડ કાયદા અંતર્ગત ગુનો દાખલ થતો હોવાથી નાગરિકોમાં ખાસ કરીને યુવાનોમાં સખત નારાજગી હતી. પાસપોર્ટ તેમ જ બીજા શૈક્ષણિક કામમાં આ ગુનેગારી પાર્શ્વભૂમિ દર્શાવવામાં આવે એવી શક્યતા હોવાથી અનેક જણે આ કાર્યવાહીનો વિરોદ કર્યો હતો. આવા ગુનાના કારણે પોલીસનું કામ પણ ઘણું વધ્યું હતું.

આ તમામ પરિસ્થિતિનો કયાસ કાઢીને પોલીસ કમિશનર વિવેક ફણસળકરે કઠોર કાર્યવાહી ન કરતા મોટર પરિવહન કાયદા અંતર્ગત કાર્યવાહી કરવી એવો નિર્દેશ તમામ પોલીસને આપ્યો હતો. ટુવ્હીલર પર હેલમેટ વિનાના સહપ્રવાસી પર કાર્યવાહી કરતા સારાસારનો વિચાર કરવો, આડેધડ કાર્યવાહી ન કરવી એમ તેમણે ગુના પરિષદમાં જણાવ્યું હતું.

મુંબઈગરાઓને શક્ય એટલી મદદ કરો
મુંબઈ પોલીસ કમિશનરનું પદ સંભાળ્યા બાદ લગભગ 25 દિવસે ફણસળકરે ગુના પરિષદ લીધી હતી. એમાં અધિકારીઓને માર્ગદર્શન કરતા તેમણે અનેક બીજા મહત્વના ગુનાઓ પર પોલીસોનું ધ્યાન ખેંચ્યું હતું. અત્યારચારના ગુના દાખલ કરવા અને એને ઉકેલવા માટે અગ્રતા આપો. અત્યારે સાઈબર ગુના મોટા પ્રમાણમાં વધ્યા છે. મુંબઈગરાઓને શક્ય એટલી આ ગુનામાં મદદ કરો. આવા ગુના ન થાય એ માટે જનજાગૃતિ કરવાનો નિર્દેશ ગુના પરિષદમાં ફણસળકરે આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...