અમરનાથમાં વાદળ ફાટ્યું:અમરનાથના શ્રદ્ધાળુઓમાં પિંપરી - પુણેનાં બેનાં મોત, યાત્રામાં પુણેના 14 શ્રદ્ધાળુઓ લાપતા

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરનાથ યાત્રામાં ગયેલા મહારાષ્ટ્રના પણ બે શ્રદ્ધાળુઓનાં મોત થયાં છે. તેમાં એક પિંપરી ચિંચવાડનો અને બીજો પુણેનો રહેવાસી છે. પિંપરીનો પુરુષ ભક્ત કટોકટીમાંથી બહાર આવી ગયો હતો, પરંતુ બાદમાં તેને હાર્ટએટેક આવ્યો હતો. મૃતકોમાં પુણેની એક મહિલાનો પણ સમાવેશ થાય છે. શુક્રવારે અમરનાથ યાત્રા દરમિયાન વાદળ ફાટવાની ઘટનામાં ઓછામાં ઓછા 16 યાત્રાળુનાં મોત થયાં હતાં અને ઘણા યાત્રાળુ હજુ પણ લાપતા છે.પુણેના ધાયરીના ભોસલે પરિવારના ત્રણ સભ્યો પણ યાત્રા માટે ગયા હતા, જેમાં સુનીતા ભોસલેનું મોત થયું છે.

મહેશ રાજારામ ભોસલે, સુનીતા મહેશ ભોસલે અને પ્રમિલા પ્રકાશ શિંદે, તમામ ધાયરીના રહેવાસીઓ ગુમ છે. રાજ્ય મહિલા પંચનાં અધ્યક્ષા રૂપાલી ચાકણકરે ભોસલે પરિવારની ધાયરી ખાતે મુલાકાત લીધી હતી. તેમને સાંત્વન આપ્યું હતું અને જિલ્લા વહીવટી તંત્ર સાથે ભોસલે પરિવારનો પણ સંપર્ક કર્યો હતો. પિંપરીના શ્રદ્ધાળુઓ સલામત રીતે પાછા ફર્યા હતા.

જોકે પાછા ફરતી વખતે એક મહિલાને હાર્ટએટેક આવ્યો અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું, એમ અમરનાથ યાત્રાના આયોજક શુભમ ખેડેકરે જણાવ્યું હતું. આ વર્ષે અમરનાથ યાત્રા માટે કુલ 50 શ્રદ્ધાળુઓ પુણેથી રવાના થયા હતા. સવારથી જ અનેક શહેરીજનોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...