અત્યાધુનિક ઉપકરણોની કમાલ:ફાર્માના વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે સ્ટાર્ટઅપ શરૂ કરી રહ્યા છે

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એનએમઆઈએમએસ ફાર્મા-ટેક લેબમાં નવા અને અત્યાધુનિક ઉપકરણોની કમાલ

ફાર્મા-ટેક લેબમાં અત્યાધુનિક ઉપકરણોને કારણે ફાર્માના વિદ્યાર્થીઓ હવે અભ્યાસ પૂરો કરતાં કરતાં જ પોતાની સ્ટાર્ટઅપ પણ શરૂ કરી રહ્યા છે. એસવીકેએમની એનએમઆઈએમએસનો હિસ્સો શોભાબેન પ્રતાપભાઈ પટેલ સ્કૂલ ઓફ ફાર્મસી એન્ડ ટેકનોલોજી મેનેજમેન્ટે તેનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે. સંસ્થા કારકિર્દીના આરંભથી જ વિદ્યાર્થીઓને ઉદ્યોગ માટે તૈયાર કરી રહી છે.

સ્કૂલની અનોખી લેબમાં વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ રિસર્ચ સાથે થિયરીનું જ્ઞાન પણ વધારી શકે છે. આને આધારે એનએમઆઈએમએસ ફાર્મસીના બે વિદ્યાર્થીએ તેમની ફેકલ્ટીના માર્ગદર્શનમાં સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. તેમાં બી.ફાર્મની વિદ્યાર્થિની ભાવના ખેમકાએ ફેબ્યુ નામે પોતાની સ્કિનકેર પ્રોડક્ટ રજૂ કરી, જેને ઉત્તમ પ્રતિસાદ મળી રહ્યો છે.

આમાં ગ્રાહકો તેમની ત્વચાનું વિશ્લેષણ કરાવીને વિધિસર વેબસાઈટ પર ઓર્ડર આપી શકે છે. આ બધી પ્રોડક્ટો ડર્મેટોલોજિકલ રીતે વેરિફાઈડ છે અને ગ્રાહકો તેમની ત્વચાની જરૂર અનુસાર પ્રોડક્ટની પસંદગી કરી શકે છે. સંસ્થાનો વધુ એક નોંધપાત્ર દાખલો એ છે કે સ્કૂલના ફાર્માકોગ્નોસીના સેકશન હેડ, એસોસિયેટ ડીન અને એસોસિયેટ પ્રોફેસર ડો. યોગેશ અનંત કુલકર્ણી આ સંસ્થામાંથી જ ભણ્યા છે.

હાલમાં જ સ્કૂલને નેશનલ ઈન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (એનઆઈઆરએફ) દ્વારા રાજ્યમાં ખાનગી ફાર્મસી સ્કૂલમાં નંબર એક સ્થાન અપાયું છે. ગયા વર્ષે તે 11મા સ્થાને હતી. લેબના ઉપકરણોની વાત કરીએ તો એલસીએમએસએમએસ- ડ્રગ્સ એનાલિસિસ યંત્ર ઔષધિમાં ઉપયોગ કરાતા ડ્રગ્સની અચૂક સંખ્યા ઓળખે છે. કોઈ પણ ઔષધિમાં ઉપયોગ કરાતા સૌથી નાના બાયોલોજિકલ મેક્રોમોલેક્યુલ્સને પણ તે ઓળખે છે.

સીઆઈએલ નેનો યુનિટ્સ મેઝરિંગનો ઉપયોગ હાઈ- પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી સિસ્ટમ સહિતની પ્રણાલીઓનું માપન કરવા ઉપયોગ કરવામાં આવે છે.પશુ પર પરીક્ષણ કરતું એનિમલ હાઉસમાં પ્રયોગ, ધુલાઈ અને ક્વોરન્ટાઈન એમ ત્રણ રૂમ છે, જ્યાં પશુ પર વિવિધ પરીક્ષણો કરવામાં આવે છે. પાઈલટ પ્લાન્ટ લેબમાં ડ્રગ્સના અલગ અલગ પ્રકાર અને આકાર નિર્માણ કરવામાં આવે છે.

ડીમ શું કહે છે?
ડીન ડો. બાલા પ્રભાકરે જણાવ્યું હતું કે આજે સર્વત્ર વિશ્વ આધુનિક ટેકનોલોજીની પકડમાં છે. ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ દુનિયામાં સૌથી ઝડપથી વૃદ્ધિ પામતા ઉદ્યોગમાંથી એક છે. આ હાઈ-ટેક લેબ વિદ્યાર્થીઓમાં સેલ્ફ- લર્નિંગના વિચારને પ્રમોટ કરે છે અને તેમને ઉત્તમ શૈક્ષણિક વૃદ્ધિ હાંસલ કરવામાં મદદ કરે છે. અમારા વિદ્યાર્થીઓએ તેમનો અભ્યાસ પૂરો કરવા દરમિયાન જ તેમની પોતાની કંપની શરૂ કરી રહ્યા છે તે બહુ જ સરાહનીય છે. અમારી ટેક લેબ વિદ્યાર્થીઓને તેમના પ્રયોગો હાથ ધરવા માટે ફર્સ્ટ- હેન્ડ અનુભવ આપે છે. સંશોધન માટે જરૂરી તેમની કુશળતા વિકસાવે છે. તેમને પડકારોને પહોંચી વળવાનું શીખવે છે અને શિક્ષકોને ક્રિયાત્મક શીખવવાની પદ્ધતિ વિકસાવવા મદદ કરે છે. અમે આગામી સમયમાં પણ નાવીન્યતા પર ભાર આપતા રહીશું અને અમારા વિદ્યાર્થીઓને અસલ દુનિયાના અનુભવ પ્રાપ્ત કરવામાં મદદ કરીશું.

અન્ય સમાચારો પણ છે...