અરજી:મુંબઈની કોર્ટમાં બ્રિટિશકાલીન લાંબી રજાઓની પરંપરા બંધ કરવા અરજી

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈ હાઈ કોર્ટની ન્યાય પ્રક્રિયા પર અસર થતી હોવાનો દાવો

મુંબઈ હાઈ કોર્ટની દીર્ઘકાલીન રજાઓની અસર ન્યાય પ્રક્રિયા પર થતી હોવાનો દાવો કરતી એક અરજી દ્વારા મુંબઈ હાઈ કોર્ટમાં આ રજાઓ ઓછી કરવાની માગણી કરતી અરજી દાખલ કરવામાં આવી છે. કોર્ટની લાંબા ગાળાની રજાઓ ઓછી કરવાની અપેક્ષા યોગ્ય છે છતાં જજની ઓછી સંખ્યાનો પણ વિચાર થવો જરૂરી છે.

એવો મત મુંબઈ હાઈ કોર્ટે નોંધીને આ અરજી પર વકીલ સંગઠનનો પક્ષ સાંભળવો જરૂરી હોવાથી બાર કાઉન્સિલ ઓફ ઈંડિયાને નોટિસ બજાવવાનો નિર્દેશ જારી કર્યો હતો. જજની નિયુક્તીઓ રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તી આયોગ મારફત કરવામાં આવે છે. એ ન્યાય પ્રક્રિયાનો વિકલ્પ છે એમ આ સમયે અરજદાર તરફથી જણાવવામાં આવ્યું હતું. લાંબી રજાઓ બ્રિટશરોના સમયની પરંપરા હતી. હવે આ વિકલ્પ જરૂરી ન હોવાની દલીલ અરજદારે કરી હતી.

મુંબઈ હાઈ કોર્ટને ઉનાળાની રજાઓ, ગણપતિ, દિવાળ અને નાતાલના નામ હેઠળ એક મહિનો કે અઠવાડિયા માટે આપવામાં આવતી રજાઓને સબિના લાકડાવાલા નામની મહિલાએ વકીલ મેથ્યૂ નેદુમપારા અને શરદ કોળી મારફત અરજી દ્વારા પડકારવામાં આવી છે. કોર્ટને રજા આપવાની બ્રિટિશકાલીન પ્રથાનો અરજીમાં વિરોધ કરવામાં આવ્યો છે.

આ દીર્ઘકાલીન રજાઓને કારણે ન્યાય પ્રક્રિયા ખોરવાય છે. તેમ જ આ રજાઓ ફક્ત ઉચ્ચભ્રુ વકીલોની સગવડ માટે જ હોય છે. દિવાળી નિમિત્તે હાઈ કોર્ટને ત્રણ અઠવાડિયાની રજાઓ હતી. એ દરમિયાન ઈમર્જન્સી પ્રકરણો માટે વેકેશન બેન્ચ કાર્યરત રહે છે છતાં એની સંખ્યા ઓછી હોવાથી ન્યાય મેળવવાના મૂળભૂત અધિકાર પર અસર થતી હોવાનું અરજીમાં જણાવવામાં આવ્યું છે.

અંગ્રેજોના સમયની પરંપરા
સ્વાતંત્ર્ય પહેલાંના સમયમાં મોટા ભાગના જજ અંગ્રેજ હતા. ભારતના ઉષ્ણ વાતાવરણ સાથે રહેવું તેમના માટે મુશ્કેલ થતું હતું. તેથી સમુદ્રમાર્ગે ઈંગ્લેન્ડનો પ્રવાસ કરવા તેમને લાંબા સમયની રજાઓની જરૂરત હતી. તેથી જ આ લાંબી રજાઓની પરંપરા શરૂ થઈ. પણ આજે એ પરિસ્થિતિ નથી છતાં તહેવારો કે ઉનાળાની રજાઓ નાગરિકોને પરવડે એમ નથી. તેથી દિવાળી, નાતાલ અને ઉનાળામાં કોર્ટ પૂર્ણપણે બંધ રાખવાના બદલે અડધી ક્ષમતાથી ચલાવવી એવી માગણી અરજીમાં કરવામાં આવી છે. આ અરજી પર જજ એસ.વી. ગંગાપુરવાલા અને જજ એસ.જી. ડિગેની ખંડપીઠ સમક્ષ સુનાવણી થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...