આરોપ:શિવસેના દ્વારા રાજ્ય સરકાર વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિરોધી પક્ષનો અવાજ દબાવવા પોલીસ બળનો ઉપયોગનો આરોપ

રાજ્યની શિંદે સરકાર તરફથી વિરોધ પક્ષનો અવાજ દબાવવા પોલીસ બળનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. શિવસેનાના નેતાઓ વિરુદ્ધ સરકારના દબાણ હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી રહ્યા છે એવો દાવો કરતા એના વિરુદ્ધ શિવસેનાએ મુંબઈ હાઈ કોર્ટમાં અરજી કરી હતી. શિવસેનાના વિધાન પરિષદના વિરોધી પક્ષ નેતા અંબાદાસ દાનવે, શિવસેના નેતા અને સંસદસભ્ય અરવિંદ સાવંત અને વિધાનસભ્ય ભાસ્કર જાધવ તરફથી એડવોકેટ શુભમ કાહિટેએ હાઈ કોર્ટમાં ફોજદારી રિટ અરજી દાખલ કરી છે.

સપ્ટેમ્બર મહિનામાં શિવસેનાના ભૂતપૂર્વ નગરસેવક મનોહર મઢવી તેમ જ કલ્યાણ જિલ્લાપ્રમુખ વિજય સાળવી માટે તડીપારનો આદેશ કાઢવામાં આવ્યો. શિવસેનાના જે પદાધિકારીઓ અને નેતાઓ શિંદે જૂથમાં સામેલ થયા નથી તેમના વિરુદ્ધ નાહક તડીપારનો આદેશ કાઢીને હેરાન કરવામાં આવ્યા. તેમ જ રાજકીય વેરભાવથી શિવસૈનિકો પર ગુના દાખલ કરવામાં આવ્યા. એના પર ધ્યાન ખેંચવા શિવસેનાએ ગયા મહિને નવી મુંબઈ પોલીસ આયુક્તાલય પર મોરચો કાઢ્યો હતો. એ મોરચા પ્રકરણે શિવસેનાના મુખ્ય નેતાઓ વિરુદ્ધ સીબીડી-બેલાપુર પોલીસ સ્ટેશન અને એનઆરઆઈ કોસ્ટલ પોલીસ સ્ટેશનમાં બે જુદી જુદી એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.

એક જ ઘટના માટે બે જુદી જુદી એફઆઈઆર દાખલ કરવાથી પોલીસ યંત્રણા પર સત્તાધારીઓનું રાજકીય દબાણ જોવા મળે છે. પોલીસ યંત્રણા સંપૂર્ણપણે પક્ષપાતી રીતે વર્તી રહી છે એવો દાવો રિટ અરજીમાં કરવામાં આવ્યો છે. વિરોધી પક્ષનો અવાજ દબાવવા કાયદાનો દુરુપયોગ કરીને શિવસેના નેતાઓ વિરુદ્ધ સીબીડી-બેલાપુર પોલીસ સ્ટેશનમાં નોંધેલી એફઆઈઆર રદ કરવી. ફોજદારી રિટ અરજીનો ચુકાદો આવે ત્યાં સુધી એફઆઈઆર પર સ્ટે આપવો. અરજદાર શિવસેના નેતાઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ ન કરવા બાબતે તપાસ યંત્રણાને નિર્દેશ આપવો એવી માગણી અરજીમાં કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...