કોર્ટે અરજી નકારી:મુંબઈ શહેર માટે 1000 મેગાવેટ વધુ વીજ લાવવાનો માર્ગ મોકળો

મુંબઈએક દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સુપ્રીમ કોર્ટે અદાણીને અપાયેલા કોન્ટ્રાક્ટ વિરુદ્ધ અરજી નકારી

હાઈ- વોલ્ટેજ ડી 1 રેક કરન્ટ (એચવીડીસી) કુડુસ આરે ટ્રાન્સમિશન પ્રોજેક્ટ માટે અદાણી ઈલેક્ટ્રિસિટી મુંબઈ ઈન્ફ્રા લિમિટેડ (એઈએમઆઈએલ)ને આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ સામે ટાટા પાવર દ્વારા કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટે નકારી કાઢી છે, જેને કારણે મુંબઈ માટે વધારાની 1000 મેગાવેટ વીજળી પ્રાપ્ત કરવાનો માર્ગ મોકળો બન્યો છે. મુંબઈની વીજ માગણી હાલમાં 3500 મેગાવેટ પરથી 2024- 25 સુધી 5000 મેગાવેટ સુધી વધવાની ધારણા છે.

ઉક્ત રૂ. 7000 કરોડનો પ્રોજેક્ટ 2025 સુધી તૈયાર થવાની ધારણા છે. મુંબઈમાં વીજની અછત દૂર કરવા માટે નિયોજિત પ્રકલ્પમાંથી આ એક છે. વધુ 400 કેવી ખારઘર- વિક્રોલી ડબલ સરકિટ લાઈન રૂ. 1890 કરોડને ખર્ચે અને 1000 મેગાવેટ ક્ષમતાનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.

રૂ. 70 અબજનો ટ્રાન્સમિશન કોન્ટ્રાક્ટ અદાણીને આપવાના મહારાષ્ટ્ર ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન એમઈઆરસી)ના નિર્ણયને બહાલ રાખનાર વીજ માટેની એપેલેટ ટ્રિબ્યુનલ સામે સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજી નકારી કાઢવામાં આવી છે.કોન્ટ્રાક્ટ હેઠળ અદાણી કુડુસ અને આરે પાવર સ્ટેશનો વચ્ચે 1000 મેગાવેટની હાઈ વોલ્ટેજ ડાયરેક્ટ કરન્ટ લિંક નિર્માણ કરશે.

અદાણીને કોન્ટ્રાક્ટ વિરુદ્ધ અરજીમાં એવી દલીલ કરાઈ હતી કે મહારાષ્ટ્ર વીજ નિયામકે આટલા મોટા ટ્રાન્સમિશન કોન્ટ્રાક્ટ આપવા સમયે ટેરિફ આધારિત સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયાનું પાલન કર્યું નહોતું.કોર્ટે નોંધ કરી કે વીજ ધારો રાજ્યોને આંતરરાજ્ય પાવર ટ્રાન્સમિશન ધરાવવાની પૂરતી સાનુકૂળતા આપે છે.

એમઈઆરસી ટેરિફ નક્કી કરવા માટે સ્વતંત્ર સંસ્થા છે. મહારાષ્ટ્ર સરકાર, એમઈઆરસી, અદાણી ઈલેક્ટ્રિસિટી મુંબઈ ઈન્ફ્રા, અદાણી ઈલેક્ટ્રિસિટી મુંબઈ અને મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશન કં. કેસમાં પ્રતિવાદી હતાં. સુપ્રીમ કોર્ટે આ સાથે સર્વ રાજ્યનાં વીજ નિયામક પંચોને વીજ ધારા 2003 હેઠળ નિયમન ઘડી કાઢવા નિર્દેશ પણ આ સાથે આપ્યા છે.

મુંબઈ માટે સીમાચિહનરૂપ પ્રોજેક્ટ
અદાણી ઈલેક્ટ્રિસિટીએ સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત કર્યું છે. મુંબઈગરા માટે આ મોટી જીત છે, કારણ કે તેને કારણે મુંબઈની વધતી વીજની માગણીને પહોંચી વળવા માટે 1000 મેગાવેટની પરવડનારી નવીનીકરણક્ષમ ઊર્જા લાવવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. આ એચવીડીસી પ્રોજેક્ટ મુંબઈની વિદ્યુત માળખાકીય સુવિધા માટે સીમાચિહનરૂપ પ્રોજેક્ટ છે અને અમને વિશ્વાસ છે કે તે સમયસર પૂરો થશે, એમ પ્રવક્તાએ જણાવ્યું છે.

પ્રકલ્પ હાલ કયા તબક્કામાં છે
આરે કુડુસ એચવીડીસી પ્રોજેક્ટ માટે આવશ્યક સંપૂર્ણ જમીન હસ્તગત કરાઈ છે અને અદાણીના કબજામાં છે. વિગતવાર ડિઝાઈન અને એન્જિનિયરિંગના કામો પૂર્ણ કરાયાં છે. મોટા ભાગની આવશ્યક પરવાનગીઓ પ્રાપ્ત કરવામાં આવી છે. પ્રોજેક્ટ પર મોટા કોન્ટ્રાક્ટ આપવાનાં કામે પૂર્ણતાને આરે છે. આથી પ્રોજક્ટ નાણાકીય વર્ષ 2025-26 સુધી પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.

અન્ય સમાચારો પણ છે...