નિર્ણય:ઐતિહાસિક માહિમ કિલ્લાનું સંવર્ધન કરવાનો માર્ગ મોકળો

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1970-72થી કિલ્લા પર રહેનારા લોકોનું પુનર્વસન કરવામાં આવશે

ઐતિહાસિક માહિમ કિલ્લાનું સંવર્ધન કરવાનો માર્ગ મોકલો થયો છે. મંત્રાલયમાં પુરાતત્વ વિભાગ, પર્યટન વિભાગ અને મુંબઈ મહાપાલિકાના અધિકારીઓ સાથે સંયુક્ત બેઠકનું આયોજન કરાયું હતું. તેમાં માહિમ કિલ્લાનું સંવર્ધન કરવા તુરંત કાર્યવાહી કરીને 1970-72થી કિલ્લા પર મુકામ કરતા રહેવાસીઓનું અન્ય ઠેકાણે પુનર્વસન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

કિલ્લા પર સંરચનાની સંખ્યા નિશ્ચિત કરવા સર્વેક્ષણ કરાયું હતું. આ મુજબ કિલ્લાની જગ્યા કુલ 3796.02 ચો.મી. છે. કિલ્લા પર કુલ અંદાજે 267 સંરચના છે. કિલ્લા પર 314 ઘરોને નોટિસ આપવામાં આવી છે. તેમાંથી 222 ઝૂંપડાં પુનર્વસન માટે નિયમ અનુસાર પાત્ર જણાયાં છે.

નોટિસ પછી ઝૂંપડાધારકોએ છાનબીન માટે દસ્તાવેજો રજૂ કર્યા છે, જેની તપાસ સિનિયર કોલોની ઓફિસર, જી- નોર્થ વોર્ડ થકી ચાલુ છે.માહિમ કિલ્લા પર ઝૂંપડાધારકોને ખાલી કર્યા પછી કિલ્લા પરની ઝૂંપડીઓ પાડવાનું શરૂ કરવામાં આવશે. સંપૂર્ણ પ્રક્રિયાનુ માહિતીપટ તૈયાર કરવા મેસર્સ ખાકી ટુર્સની નિયુક્તિ કરવામાં આવી છે.

આ પછી માહિમ કિલ્લાના જીર્ણોદ્ધારની યોજના અને પ્રસ્તાવ કિલ્લો ખાલી કર્યા પછી જ એમસીજીએમ પેનલે કરેલા પુરાતત્વ સલાહકાર નીમવામાં આવશે. પ્રશાસકીય માન્યતા, ટેક્નિકલ મંજૂરીઓ, એમસીઝેડએમએ, એએસઆઈ અને અન્ય સંબંધિત પ્રાધિકરણની એનઓસી પ્રાપ્ત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...