ધાર્મિક:પાર્લા - વેસ્ટમાં થશે રજતમય પ્રભુજીનો પ્રતિષ્ઠા મહોત્સવ

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

કલિકુંડ તીર્થોદ્ધારક પૂ.આ. શ્રી વિ. રાજેન્દ્ર સૂરીશ્વરજી મના શિષ્યરત્ન તપસ્વીરત્ન પૂ. મુનિ શ્રી રાજપુણ્ય વિજયજી મ. તથા પૂ. મુનિ શ્રી રાજસુંદર વિજયજી મ.નાં પાવન સાંનિધ્યમાં થરાદ નિવાસી ચુનીલાલ મંછાચંદભાઇ મોદી - હસ્તે ટીકુભાઇ મોદીના ગૃહાંગણે રજતમય વિમલનાથ પ્રભુનો પાવન પ્રવેશ અને પ્રતિષ્ઠા આજે-બુધવારે સંપન્ન થશે.

પરિવારની વિનંતીથી શ્રીસંઘમાં બિરાજમાન શાસનસમ્રાટ સમુદાયના પૂ.આ.ભ. શ્રીવિ.શ્રમણચંદ્ર સૂ.જીમ. પૂ.આ.શ્રી વિ.શ્રીચંદ્રસૂ.જીમ. તથા પૂ.આ.ભ. શ્રી વિ. પ્રશમચંદ્ર સૂ.જીમ. આદિ વિશાળ શ્રમણવૃંદ પણ નિશ્રા પ્રદાન કરશે. પ્રભુજીની પ્રતિષ્ઠા નિમિત્તે સવારે સકલ શ્રીસંઘની નવકારશીનું આયોજન થયેલ છે. બરાબર આઠ કલાકે શીતલ સોસાયટીથી દેવ-ગુરુ સહ વરઘોડાનો પ્રારંભ થશે. ત્યાંથી શ્રીચંદ્રપ્રભસ્વામી જિનાલય - ગુરુમંદિર થઇ લાભાર્થી પરિવારનાં ગૃહાંગણે - આંગણ સોસાયટીમાં વરઘોડાનું સમાપન થશે. મંગળ મુહૂર્તે પ્રભુજીનો પ્રવેશ તથા પ્રતિષ્ઠા થશે. પ્રતિષ્ઠા પછી ગુરુભગવંતોનું પ્રવચન થશે. ગૃહ પ્રતિષ્ઠા નિમિત્તે સૌના અંતરમાં અનુપમ ઉત્સાહ છે.

અન્ય સમાચારો પણ છે...