ભાસ્કર વિશેષ:પનવેલ-કર્જત રેલવે કોરિડોર આ ક્ષેત્રમાં વિકાસને ગતિ આપશેઃ નિષ્ણાતોનો મત

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સબર્બન કોરિડોર 5 સ્ટેશન તથા 58 પુલોમાંથી પસાર થશે

પનવેલ-કર્જત પર નવો સબર્બન રેલવને કોરિડોર તબક્કાવાર રીતે આગળ વધી રહ્યો છે. મુંબઈ રેલ વિકાસ કોર્પોરેશન (એમઆરવીસી) જમીન શોધી રહી છે, જે એકરોમાં છે અને જેની માલિકી ખાનગી, સરકારી છે અથવા જંગલની જમીન છે. અત્યારે કર્જત સાથે પનવેલને જોડતી સિંગલ લાઇન પનવેલ, ખાલાપુર અને કર્જત તાલુકાઓમાંથી પસાર થાય છે તથા ગૂડ્સ અને લાંબા અંતરની પેસેન્જર ટ્રેનોને સેવા આપે છે. સબર્બન કોરિડોર પાંચ સ્ટેશન ધરાવશે–પનવેલ, ચિકલે, મોહાપે, ચૌક અને કર્જત તથા 58 પુલોમાંથી પસાર થશે.

આ રૂ. 2,783 કરોડની નવી સબર્બન રેલવે લાઇનને મંજૂરી મળ્યાને ચાર વર્ષ થયા છે, પણ પછી અત્યાર સુધી ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે. અત્યારે ઓથોરિટીઝે 32 હેક્ટર જમીનનું સંપાદન કરવા કામ કરે છે, જે આ 56 કિલોમીટરની લંબાઈ ધરાવતા રેલવે કોરિડોરમાં આવે છે. તેમાંથી 9 હેક્ટર જમીન જંગલ વિસ્તારની છે.

જ્યાં સુધી ખાનગી અને સરકારી જમીનનો સંબંધ છે, ત્યાં સુધી એમઆરવીસી વૈકલ્પિક રહેણાક, જમીન ઉપરાંત વળતર સાથે પ્રોજેક્ટના અસરગ્રસ્ત લોકોનું પુનર્વસન કરવાની રીતો પર કામ કરે છે. આ રેલવે લાઇન પર મુખ્ય કાર્યો જ્યારે શક્ય બન્યું ત્યારે શરૂ થયું છે. એમઆરવીસી ઓથોરિટીઝ ત્રણ ટનલ બનાવશે, જે જોગાનુજોગે મુંબઈમાં પ્રથમ સબર્બન રેલવે લાઇન હશે, જે બેલાસ્ટ વિનાના ટ્રેક ધરાવશે.

આ રૂ. 10,947 કરોડના મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ-3નો ભાગ છે અને વર્ષ 2022 સુધીમાં તૈયાર થશે એવી ધારણા હતી. જોકે આ પ્રોજેક્ટને આગળ વધારવામાં નોંધપાત્ર વિલંબ થયો છે. પ્રોજેક્ટને ડિસેમ્બર, 2016માં મંજૂરી મળી હતી અને હવે વર્ષ 2024ની અપેક્ષિત સમયમર્યાદા ધરાવે છે.એમઆરવીસીનો અભ્યાસ શું કહે છે : મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશન (એમઆરવીસી)ના એક અભ્યાસ મુજબ, એમએમઆર ભારતની જીડીપીમાં આશરે 8 ટકા પ્રદાન કરે છે અને અહીં આશરે 22 મિલિયન નાગરિકો વસે છે.

એક ધારણા મુજબ, એમએમઆરમાં વર્ષ 2025 સુધીમાં વસ્તી આશરે 42 ટકા વધીને 28.4 મિલિયન અને વર્ષ 2036 સુધીમાં 54 ટકા વધીને 30.87 મિલિયન થઈ જશે.​​​​​​​ છેલ્લાં થોડાં વર્ષોમાં પનવેલ-કર્જત કોરિડોર પ્રમાણમાં ઓછી કિંમત, આસપાસ સુંદરતા, રોડ અને રેલવેનું સારું જોડાણ તથા માળખાગત સુવિધામાં વધારાના કારણે મનપસંદ સ્થાન તરીકે પણ બહાર આવ્યો છે.

આયોજિત વિકાસ- માળખાગત સુવિધા
આ વિસ્તાર મુખ્ય મહાનગર – મુંબઈ સાથે ઉત્કૃષ્ટ રેલવે રોડ જોડાણ ધરાવે છે, જે મિશ્ર ઉપયોગમાં આવતી વસાહતો માટે સૌથી વધુ પસંદગીનો વિસ્તાર પુરવાર થશે. મહાનગરના અન્ય વિસ્તારોની સરખામણીમાં આ વિસ્તારનો આયોજિત વિકાસ અને માળખાગત સુવિધા મુખ્ય ફરક પાડતાં પરિબળો છે.

અન્ય સમાચારો પણ છે...