હુકુમ:અકસ્માતમાં મૃત્યુ પામનાર સગાને 19 લાખ ચૂકવવા આદેશ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

થાણેની મોટર વેહિકલ એક્સિડેન્ટ ક્લેઈમ્સ ટ્રિબ્યુનલ (એમએસીટી)એ 2019માં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા 24 વર્ષીય યુવાનના સંબંધીઓને 19.68 લાખ રૂપિયા વળતર આપવાનો આદેશ આપ્યો છે. એમએસીટી સભ્ય એચએમ ભોસલેએ આ કેસમાં વીમા કંપની સહિત પ્રતિવાદીઓને પિટિશન ફાઇલ કર્યાના દિવસથી 8 ટકાના દરે અરજદારોને વળતરની રકમ ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ આપ્યો હતો.એમએસીટીએ 30 ઓગસ્ટના તેના આદેશમાં અરજદારોને પિટિશનના ખર્ચ તરીકે રૂ. 2,000 ચૂકવવા પણ નિર્દેશ આપ્યો હતો.

અરજદારો તરફથી વકીલ એસ.એમ. પવારે ટ્રિબ્યુનલને માહિતી આપી હતી કે પીડિતા અનિલ વિશે હોટલમાં રસોઈયા તરીકે કામ કરે છે અને દર મહિને 21,000 રૂપિયા કમાય છે. અનિલ 19 જુલાઈ, 2019ના રોજ તેના મિત્રની મોટરસાઈકલ પર ઘરે જઈ રહ્યો હતો, ત્યારે બીજી દિશામાંથી આવી રહેલા એક ટેમ્પોએ તેને ટક્કર મારી. આ અકસ્માતમાં બંને પડી ગયા હતા અને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા એ દરમિયાન મૃત્યુ પામ્યા હતા.

પાંચ સભ્યોનો અનિલ વિશેનો પરિવાર સંપૂર્ણપણે તેની કમાણી પર નિર્ભર હતો અને પરિવારે ટેમ્પોના માલિક અને વીમા કંપની પાસેથી વળતરની માગણી કરી હતી. ટેમ્પો માલિક હાજર થયો ન હતો, અને મામલો એક પક્ષે પતાવટ કરવામાં આવ્યો હતો. જ્યારે વીમા કંપની રિલાયન્સ જનરલ ઇન્સ્યુરન્સ કંપની લિમિટેડએ વિવિધ આધારો પર વીમા દાવાઓ માટે જોરદાર વિરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...