આદેશ:કોરોનાકાળનાં કામોની તપાસ પડતી મૂકવાનો કેગને આદેશ

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેગ હવે અન્ય કામોની તપાસ કરીને અહેવાલ હવે સુપરત કરશે

મુંબઈ મહાપાલિકાના કોરોનાના સમયના કામ પર થયેલા ખર્ચને છોડીને બીજા કામની તપાસ કેગ દ્વારા ચાલુ રહેશે. મહાપાલિકા ચૂંટણી અને રાજ્યના બજેટની રજૂઆત પહેલાં કેગ પોતાનો અહેવાલ રજૂ કરશે. કોરોનાના સમયમાં કોરોના સંબંધી થયેલા કામની તપાસ સંદર્ભે રાજ્ય સરકાર કાયદો અને ન્યાય વિભાગની સલાહ લઈ રહી છે. જો કે ત્યાં સુધી કોરોના સમયના કોરોનાના કામ છોડીને બીજા કામ પર કરવામાં આવેલા ખર્ચનું ઓડિટ ચાલુ રાખવું એવી સૂચના રાજ્ય સરકાર તરફથી આપવામાં આવી છે.

મહાપાલિકાના તમામ કામની તપાસ કરવી એવી માગણી કોંગ્રેસ, ભાજપ અને મનસેની છે. મહામારી અધિનિયમ એટલે કે પેનડેમિક એક્ટ કાયદાની જોગવાઈ અનુસાર કોરોનાના કામના ટેંડર પર પ્રશ્નચિહ્ન ઉપસ્થિત કરી શકાતો ન હોવાથી તપાસ કરવી કેગના અધિકારીઓ માટે મુશ્કેલ થઈ રહ્યું છે.

તેથી કોરોનાના કામ છોડીને બીજા કામની તપાસ, ઓડિટ કેગના અધિકારીઓ દ્વારા ચાલુ છે. કોરોના કેન્દ્ર ઊભા કરવા, રસ્તા બાંધવા, જમીન ખરીદીના લગભગ 12 હજાર કરોડ રૂપિયાના ખર્ચના મુંબઈ મહાપાલિકાના 76 કામની કેગ તરફથી તપાસ કરવામાં આવી રહી છે. જો કે એમાં કોરોનાના કામની તપાસ બાકાત રાખવામાં આવી છે.

કેગની ટીમ એક્શન મોડમાં
ગેરવ્યવહારની શંકા પરથી મહાપાલિકાનું સ્પેશિયલ ઓડિટ કરવાની રાજ્ય સરકારને વિનંતી કેગ દ્વારા થોડા દિવસ પહેલા કરવામાં આવી જે માન્ય રાખવામાં આવી. તેથી કેગની ટીમ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે. મહાપાલિકામાં કોરોના કેન્દ્ર ઊભા કરવામાં થયેલો ગેરવ્યવહાર, કોરોનાના નામ હેઠળ આડેધડ ખરીદી, અસ્તિત્વમાં જ ન હોય એવી કંપનીઓને કોન્ટ્રેક્ટ આપવો, દહિસર ખાતે જમીન ખરીદી પ્રકરણ, રસ્તા બાંધવા જેવા લગભગ 12 હજાર કરોડ રૂપિયાના ખર્ચનું ઓડિટ કેગ મારફત કરાવવાનો નિર્ણય રાજ્ય સરકારે ગયા મહિને લીધો છે. આ બાબતના પ્રસ્તાવને મુખ્યમંત્રીએ માન્યતા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...