આક્ષેપ:મઢમાં બનાવાયેલા સ્ટુડિયોના બાંધકામની તપાસનો આદેશ

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફિલ્મો-સિરિયલોના શૂટિંગ માટેના સ્ટૂડિયો અનિધકૃત હોવાના આક્ષેપ

મલાડ પશ્ચિમમાં મઢ, માર્વે, એરંગલ, ભાટી, મલાડ ખાતે મોટે ભાગે ફિલ્મો અને ટીવી સિરિયલોના શૂટિંગ થાય અને સેટ્સ ઊભા કરવામાં આવે છે તે સ્ટુડિયો અનધિકૃત રીતે બાંધવામાં આવ્યા છે એવા વારંવાર આરોપ થયા પછી હવે મહાપાલિકા કમિશનર ઈકબાલ સિંહ ચહલ દ્વારા મંગળવારે વિશેષ આદેશ જારી કરીને તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.

આ સ્ટુડિયો અનધિકૃત રીતે ઊભા કરવામાં એવી ફરિયાદોને ગંભીરતાથી લેતાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હર્ષદ કાળેને તપાસ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ખાસ કરીને 2021 અને 2022માં એનડીઝેડ અને સીઆરઝેડ ક્ષેત્રમાં આવા 49 સ્ટુડિયો અનધિકૃત રીતે ઊભા કરવામાં આવ્યા હોવાની ફરિયાદ થઈ છે.

હજારો ચોરસમીટરમાં આ સ્ટુડિયો યોગ્ય પરવાનગીઓ, બોગસ દસ્તાવેજો અને મંજૂરીઓ સાથે ઊભા કરવામાં આવ્યા છે, જેમાં મહાપાલિકા અને એમસીઝેડએમએના અધિકારીઓનો પણ હાથ હોવાનો આરોપ છે, જે અંગે કાળે બારીકાઈથી તપાસ કરશે, એમ ચહલે જણાવ્યું હતું. કાળે દ્વારા પી નોર્થના આસિસ્ટન્ટ કમિશનર અને પી નોર્થના આસિસ્ટન્ટ એન્જિનિયર દુધારા અને અન્ય અધિકારીઓની આમાં શું ભૂમિકા છે, કેટલી પરવાનગીઓ આપવામાં આવી છે, આવા કેટલા સ્ટુડિયો કાર્યરત છે.

શું ફિલ્મ શૂટિંગ માટે અથવા સેટ્સ ઊભા કરવા માટે આ પરવાનગી હંગામી ધોરણે અપાઈ હતી કે કેમ અને આવી પરવાનગીઓને આધારે સ્ટુડિયો ઊભા કરવામાં આવ્યા છે કેમ, એમસીઝેડએમએ દ્વારા કયા પ્રકારની પરવાનગીઓ અપાઈ હતી, મહાપાલિકાના અધિકારીઓએ સ્ટુડિયોના માલિકા સાથે મિલીભગત કરીને આવી હંગામી પરવાનગીઓનો દુરુપયોગ કર્યો છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. આવા સ્ટુડિયો કાનૂની પરવાનગીઓ ધરાવે છે કે નહીં, આ સ્ટુડિયો સીઆરઝેડ અને એનડીઝેડમાં આવે છે કે કેમ તેની પણ કાળેએ તપાસ કરવાની રહેશે. તેમણે આ અહેવાલ ચાર સપ્તાહમાં સુપરત કરવાનો રહેશે અને જરૂરી ભલામણો પણ કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...