વિશેષ પ્રયાસ:ગુમ બાળકોને શોધી કાઢવા ઓપરેશન મુસ્કાન -11 શરૂ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ ઓપરેશનમાં નાગરિકોને મદદરૂપ થવા પોલીસનો અનુરોધ

મુંબઈ શહેરમાંથી ગુમ અથવા અપહૃત 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને બાળકીઓને શોધી કાઢવા માટે મુંબઈ પોલીસે ઓપરેશન મુસ્કાન 11 મહારાષ્ટ્રનો આરંભ કર્યો છે. 30 જૂન સુધી ચાલનારા આ ઓપરેશનમાં ગુમ અથવા અપહૃત બાળકોને શોધી કાઢવા માટે વિશેષ ટીમો દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવશે.જો કોઈ શંકાસ્પદ બાળક અથવા બાળકી દેખાય તો સૌપ્રથમ તેમની પૂછપરછ કરવી અને તે પછી પોલીસ કંટ્રોલ રૂમને 100 અથવા 1098 પર ફોન કરીને જાણ કરવી. જો શક્ય હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં પણ તેને લઈ જઈ શકાશે.

ખાસ કરીને રેલવે સ્ટેશન, બસ ડેપો, રસ્તાઓ પર ભીખ માગનારા અથવા કચરો ભેગો કરનારા નાનાં બાળકો અથવા બાળકી, ધાર્મિક સ્થળે, હોસ્પિટલ, હોટેલ, દુકાનોમાં નાના બાળકો કામ કરતાં મળી આવે તો તુરંત પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવી.જો તમારા રહેણાક વિસ્તારમાં આસપાસ કોઈ પણ નાના બાળકોને કામ કરાવવામાં આવતું હોય, સ્ટેશન અથવા બસ સ્ટોપ આસપાસ નધણિયાતી સ્થિતિમાં બાળકો જોવા મળે, આસપાસ કોઈકના ઘરમાં રહેતા નાના બાળકો વિશે કશું શંકાસ્પદ જણાય તો પણ પોલીસને જાણ કરવી, એવો અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...