મહાપાલિકાને આદેશ:રસ્તા પરના ખુલ્લા અને તૂટેલા મેનહોલ્સ મૃત્યુ માટે જવાબદાર

મુંબઈ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આવા મેનહોલ્સ તરત બંધ કરવાનો કોર્ટનો મહાપાલિકાને આદેશ અપાયો

રસ્તા પરના ખુલ્લા મેનહોલ મૃત્યુના કારણ થવા માંડ્યા છે એવો મત વ્યક્ત કરતા હાઈ કોર્ટે મુંબઈ મહાપાલિકાની ટીકા કરી હતી. ખુલ્લા મેનહોલમા પડી જતા કોઈનું મૃત્યુ ન થાય તો પણ ગંભીર ઈજા થઈ શકે છે. તેથી ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર મુલુંડથી ઘાટકોપર વચ્ચે સર્વિસ રોડ પરના ખુલ્લા મેનહોલ સોમવાર સુધી બંધ કરો. એના માટે અમારા આદેશની રાહ ન જુઓ એવો સ્પષ્ટ નિર્દેશ મુખ્ય જજ દીપાંકર દત્તા અને જજ અભય આહુજાની ખંડપીઠે આપ્યો હતો.

મુંબઈ સહિત રાજ્યમાં હલકા દરજ્જાના રસ્તા અને એના પરના ખાડાઓની ફરિયાદ નાગરિકો નોંધાવી શકે એ માટે મુંબઈ હાઈ કોર્ટે 12 એપ્રિલ 2018ના ખાડાઓ બાબતે ફરિયાદ નિવારણ યંત્રણા સ્થાપવાનો આદેશ મુંબઈ મહાપાલિકાને આપ્યો હતો. જો કે રાજ્ય સરકાર, મહાપાલિકા અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાએ કોઈ પણ કામ પૂરું ન કરતા વકીલ રુજુ ઠક્કરે હાઈ કોર્ટમાં અવમાન અરજી દાખલ કરી છે. આ અરજી પર હાઈ કોર્ટમાં સુનાવણી પાર પડી હતી. વસઈ-વિરાર મહાપાલિકાની હદમાં ખુલ્લા મેનહોલના કારણે ત્યાં એક મહિલાનું મૃત્યુ થયા બાબતે હાઈ કોર્ટે સવાલ કર્યો હતો.

અનેક મેનહોલ ખુલ્લા જ હોવાની કબૂલાત વસઈ-વિરાર મહાપાલિકાએ હાઈ કોર્ટમાં કરી હતી. આ મેનહોલ ફક્ત 3 ફૂટ જ ઉંડો છે એવો વિચિત્ર દાવો પણ કર્યો. મહાપાલિકાના દાવા પર હાઈ કોર્ટે તીવ્ર નારાજગી વ્યક્ત કરતા ખુલ્લા મેનહોલ મૃત્યુને આમંત્રણ નથી કે એવો સવાલ પૂછ્યો હતો. દરમિયાન મુલુંડથી ઘાટકોપર ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર લિન્ક રસ્તાની બંને તરફ 300થી વધારે મેનહોલ ખુલ્લા હોવા પર અરજદારે કોર્ટનું ધ્યાન ખેંચ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...