ફરિયાદ:CM શિંદેના વધુ એક મંત્રી વિરુદ્ધ ગાળાગાળી કરવાની ફરિયાદ થઈ

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ન્યાય નહીં મળે તો યુવરાજ ચાવરેએ આત્મદહન કરવાની ચિમકી આપી

અબ્દુલ સત્તાર, ગુલાબરાવ પાટીલ સામે વિરોધીઓ મેદાને પડ્યા છે અને તેમનાં રાજીનામાંની માગણી કરી રહ્યા છે ત્યારે શિંદે જૂથના વધુ એક મંત્રી સંદીપાન ભુમરે વિરુદ્ધ ધાકધમકી આપી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. પૈઠણ તાલુકાના કોલીબોડખા ખાતેના રહેવાસી યુવરાજ ચાવરેએ ગ્રામીણ એસપી પાસે ભુમરેએ ગાળાગાળી કરી અને ધાકધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે. જોકે પોલીસમાં હજુ ગુનો દાખલ કરાયો નથી. જો આ પ્રકરણે યોગ્ય ન્યાય નહીં મળે તે આત્મદહનની ચીમકી પણ આપી છે.

ચાવરે ખરેખર તો રાષ્ટ્રવાદી કોંગ્રેસનો કાર્યકર છે. આથી આ ફરિયાદ પાછળ રાજકારણ છે એવી ચર્ચા છે. ચાવરેનો આરોપ છે કે અમારા જિલ્લાના પાલકમંત્રી ભુમરેનો મને વ્હોટ્સએપ ઓડિયો કોલ આવ્યો હતો, જેમાં તેમણે ધમકી આપી હતી. હાલમાં અમે પાચોડ ખાતે આદિત્ય ઠાકરેના જંગી સન્માનનું આયોજન કર્યું હતું. તેનો રોષ મનમાં રાખીને ધાકધમકી આપી છે, એવો આરોપ કર્યો છે.

તું અમારી વિરુદ્ધ રાજકારણ કેમ કરે છે. અમારી વિરુદ્ધ પોસ્ટ કેમ કરે છે, એમ ભુમરેએ મને પૂછ્યું હતું. તે સમયે હું તેમનો સમજાવવા પ્રયાસ કરતો હતો, પરંતુ તેઓ સીધા જ અશ્લીલ ગાળાગાળી પર ઊતરી આવ્યા હતા. તે પછી તું રાજકારણ કઈ રીતે કરે છે, પાચોડમાં કઈ રીતે આવે છે. તારી વિરુદ્ધ ખોટા ગુના દાખલ કરીને જેલમાં મોકલીશ એવી ધમકી આપી હોવાનો આરોપ ચાવરેએ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...