વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર સાંતાક્રુઝમાં વાકોલા બ્રિજ પર ગુરુવારે મધરાતે એક મોટો અકસ્માત થયો હતો. ટેમ્પો અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાતાં ટેમ્પો ચાલકનું મોત થયું છે. બસ ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. મહત્ત્વનું છે કે, આ બસમાં કેથે પેસિફિક એરલાઈન્સના કર્મચારીઓ હતા, જેઓ તાજ લેન્ડ્સ એન્ડ હોટેલ જઈ રહ્યા હતા.કેથે પેસિફિક એરલાઈન્સના કર્મચારીઓ મર્સિડીઝ બેન્ઝ બસમાં હોટેલ તાજ લેન્ડ્સ એન્ડમાં જઈ રહ્યા હતા. બસ વાકોલા બ્રિજ પર પહોંચતાં જ ટેમ્પો અને બસ સામસામે અથડાયા હતા. આ અકસ્માતમાં ટેમ્પો ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બસ ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
દરમિયાન પોલીસને માહિતી મળી છે કે આ અકસ્માતમાં બસમાં સવાર એક મહિલાને નાક પર ઈજા થઈ છે. તેને સારવાર માટે વીએન દેસાઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી તેમ જ બસમાં તમામ સ્ટાફ વિદેશી નાગરિકો હતા અને તમામ સુરક્ષિત છે. અકસ્માતમાં ખરેખર કોની ભૂલ હતી તે હજુ સ્પષ્ટ થયું નથી.અકસ્માતને કારણે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. ટેમ્પો દ્વારા માછલીઓનું પરિવહન કરવામાં આવી રહ્યું હતું. અકસ્માત બાદ માછલીઓ રસ્તા પર પડી હતી. જેના કારણે રસ્તો પણ લપસણો બની ગયો હતો.
સ્થળ પર હાજર મુંબઈ પોલીસ, ટ્રાફિક પોલીસ, ફાયર બ્રિગેડના જવાનોએ બસ કર્મચારીઓની પૂછપરછ કરી હતી. હાલ પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.આ અકસ્માત ગુરુવારે મધરાતે 1.30ની આસપાસ થયો હતો. આ અકસ્માતમાં ટેમ્પો ચાલકનું મોત નીપજ્યું હતું, જ્યારે બસ ચાલકને ઈજા થઈ હતી. ટ્રાફિક પોલીસ, ફાયર બ્રિગેડ અને મુંબઈ પોલીસ ઘટનાસ્થળે સાથે મળીને કામ કરી રહી છે. વાકોલા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર મનોજ શિંદેએ જણાવ્યું કે બસ ડ્રાઈવરની શોધ શરૂ કરી દેવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.