નાતાલના દિવસે માટુંગાના કચ્છી સાથે પેનકાર્ડ અપડેટ કરવાને નામે તેમના બેન્ક ખાતામાંથી રૂ. 1.10 લાખ ઉપાડનારા દિલ્હી અને ઝારખંડના ઠગ ત્રણ ઠગની સાઈબર પોલીસે ધરપરડ કરી છે. કચ્છીની ફરિયાદ પરથી ઠગ ઝડપાયા પછી તેમણે આ રીતે અનેક સાથે ઠગાઈ કરી હોવાનું બહાર આવ્યું છે.
માટુંગા પૂર્વમાં ભાઉદાજી રોડ પર 901 શ્રી નિધિ એપાર્ટમેન્ટમાં રહેતા સેવાનિવૃત્ત વસંત ગાંગજી છેડા (64)ને 25 ડિસેમ્બરે એક ફોન કોલ આવ્યો હતો. તમે કેવાયસી સુપરત કર્યપં નહીં હોવાથી તમારું એચડીએફસી અકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યું છે અને તે ફરીથી સક્રિય કરવા માટે તમારો પેન નંબર અપડેટ કરો એમ કહીને એક લિંક ટેક્સ્ટ મેસેજ થકી આપી હતી.
છેડાનો વિશ્વાસ સંપાદન કરીને ઠગોએ તેમની પાસેથી ઓટીપી મેળવી લીધો હતો, જેને આધારે પછી તેમના બેન્ક ખાતામાંથી રૂ. 1,09,999 ઉપાડી લીધા હતા. છેડાએ તુરંત આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સાઈબર પોલીસની તપાસમાં દિલ્હીના એક સ્ટોરમાંથી સેમસંગના રૂ. 109999ના મોબાઈલની ખરીદી થઈ હોવાનું અને 6થી 8 આઈ-ફોન સેમસંગ એસ અલ્ટ્રાના ઓર્ડરો આપ્યા હોવાનું પણ બહાર આવ્યું હતું.આમાંથી બે આરોપી બ્લુડાર્ટના ગોદામમાં ઓર્ડર કરેલા ફોન લેવા આવ્યા ત્યારે તેમને દિલ્હીથી ઝડપી લેવાયા હતા,
જેમાં મૂળ બિહારના સૈફ અલી ઉસ્માન અલી (23), સાઉથવેસ્ટ દિલ્હીના મહંમદ કલામ મહંમદ સોહરાબ અન્સારી (22)નો સમાવેશ થાય છે. તેમણે આપેલી માહિતી પરથી ઝારખંડથી અહીં રહેવાસી અરુણકુમાર નરેશ મંડળ (24)ની ધરપકડ કરવામાં આવી હતી.
આરોપીઓએ છેડાની જેમ અન્ય 8થી 10 જણ સાથે આ રીતે જ છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે. આરોપીઓ પોતાની ઓળખ બેન્ક અધિકારી તરીકે આપીને પેનકાર્ડ અથવા બેન્ક કેવાયસી અપડેટને નામે ઠગાઈ કરતા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.