14 હજારથી વધુ બાળકોની તપાસ:રાજ્યના વિદ્યાર્થીઓમાં સ્થૂળતાની સમસ્યા ગંભીર

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝુંબેશ અંતર્ગત 14 હજારથી વધુ બાળકોની તપાસ

રાજ્યના સ્કૂલના બાળકોમાં સ્થૂળતા રોકવા અને તેમને ઉત્તમ આરોગ્યનું મહત્ત્વ સમજાવવા સરકારે સ્થૂળતા જનજાગૃતિ અને સારવાર અભિયાન શરૂ કર્યું છે. આ ઝુંબેશની શરૂઆત 4 માર્ચથી થઈ છે અને વિવિધ સ્કૂલોના 14 હજાર 278 વિદ્યાર્થીઓની તપાસ કરવામાં આવી. એમાંથી 540 વિદ્યાર્થીઓમાં સ્થૂળતા નોંધાઈ હતી. આ વિદ્યાર્થીઓમાં મુંબઈના વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે.

મેડિકલ શિક્ષણ અને દવા દ્રવ્ય વિભાગે સ્થૂળતા ઓછી કરો શરીરની, રાહ ચાલો તંદુરસ્ત આરોગ્યની ઘોષવાક્ય સાથે રાજ્યની તમામ સ્કૂલના વિદ્યાર્થીઓને આરોગ્યનું મહત્ત્વ સમજાય એ માટે સ્થૂળતા જનજાગૃતિ અને સારવાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

એના અંતર્ગત વિવિધ સ્કૂલોમાં સાતમાથી નવમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને આરોગ્યનું મહત્વ સમજાવીને તેમની તપાસ કરવામાં આવી હતી.રાજ્યના 14 હજાર 278 વિદ્યાર્થીઓની તપાસમાં 540 વિદ્યાર્થીઓમાં સ્થૂળતા જણાઈ હતી. આ પ્રમાણ 3.78 ટકા છે. એમાં મુંબઈના વિદ્યાર્થીઓ સૌથી વધુ સ્થૂળ જણાયા હતા. મુંબઈમાં ગ્રાન્ટ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ 954 વિદ્યાર્થીઓની તપાસ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...