સ્માર્ટ મેનહોલ તૈયાર:હવે ડિજિટલ સ્માર્ટ મેનહોલ ઢાંકણું ખોલતા જ સાયરન વાગવા લાગશે

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 14 ઠેકાણે જોખમનો ઈશારો આપતા સ્માર્ટ મેનહોલ તૈયાર

અતિવૃષ્ટિમાં સમાજકંટકો દ્વારા મેનહોલનું ઢાંકણું ખોલવામાં આવશે તો સાયરન વગાડીને જોખમનો ઈશારો આપતા ડિજિટલ સ્માર્ટ મેનહોલ મહાપાલિકા 14 ઠેકાણે લગાડશે. ઉપરાંત મેનહોલના ઠેકાણે પુરનું જોખમ નિર્માણ થશે તો એનો એલર્ટ પણ મહાપાલિકાના અધિકારીને કંટ્રોલ રૂમમાં મળશે. અતિવૃષ્ટિમાં મેનહોલમાં પડી જઈને દુર્ઘટના થવાનું પ્રમાણ રોકવા માટે મહાપાલિકાએ આ નિર્ણય લીધો છે. મહાપાલિકાના મળનિસરણ વિભાગ અંતર્ગત મુંબઈમાં લગભગ 75 હજાર મેનહોલ છે.

આ ઠેકાણે અતિવૃષ્ટિમાં પાણી ભરાયા હોય તો મેનહોલનો અંદાજ ન આવવાથી દુર્ઘટના થવાની શક્યતા નિર્માણ થાય છે. આ પાર્શ્વભૂમિ પર મહાપાલિકાના માધ્મયથી મેનહોલ પર મજબૂત સંરક્ષક જાળી લગાડવામાં આવી રહી છે. ઉપરાંત આ સંરક્ષક જાળી ચોરી ન થાય એ માટે લોખંડની સાંકળથી બાંધીને લોક કરવામાં આવે છે. તેમ છતાં લોખંડની મજબૂત જાળી સમાજકંટકો દ્વારા ઉખેડી નાખવામાં આવે છે. તેથી મહાપાલિકાએ ડિજિટલ સ્માર્ટ મેનહોલ લગાડવાનો નિર્ણય લીધો છે. ઉપરાંત મુંબઈ શહેર સહિત પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોમાં ચોમાસામાં જોખમકારક બની શકતા મેનહોલનું સર્વેક્ષણ કરીને સંરક્ષક જાળી અને જરૂરી રિપેરીંગનું કામ કરવામાં આવી રહ્યું હોવાથી માહિતી મહાપાલિકા પ્રશાસન તરફથી આપવામાં આવી છે.

આ ડિજિટલ સ્માર્ટ મેનહોલના કારણે રહેવાસીઓને જોખમ ઈશારો આપવામાં આવશે. મહાપાલિકાના માધ્યમથી જરૂરી ઉપાયયોજના કરવામાં આવશે. એમાં ચાર ઠેકાણે લગાડવામાં આવનારા મેનહોલના કારણે પુરના જોખમનો ઈશારો પણ મળશે.

મેનહોલ પરનું ઢાંકણું કાઢી નાખવાની ઘટના વારંવાર બનતી હોવાથી દુર્ઘટના થવાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. તેથી મેનહોલનું ઢાંકણ ગેરકાયદે કાઢવામાં આવશે તો મહાપાલિકા તરફથી કાર્યવાહી કરવામાં આવશે. તેથી નાગરિકોએ મેનહોલ પરનું ઢાંકણુ પોતમેળે કાઢવું નહીં એવી હાકલ મહાપાલિકા પ્રશાસન તરફથી કરવામાં આવી છે. આ મેનહોલનું પુરવઠો કરવા મહાપાલિકાએ ટેંડર મગાવ્યા છે.

શા માટે સ્માર્ટ મેનહોલ?
ઓગસ્ટ 2017માં થયેલી અતિવૃષ્ટિમાં ખુલ્લા મેનહોલમાં પડીને પેટના રોગોના નિષ્ણાત ડોકટર દીપક અમરાપુરકરનું મૃત્યુ થયું હતું. એના લીધે મુંબઈના ખુલ્લા મેનહોલનો પ્રશ્ન સપાટી પર આવ્યો હતો. મુંબઈ હાઈ કોર્ટે પણ મહાપાલિકાને મેનહોલની સુરક્ષા બાબતે ઉપાયયોજના કરી કે નહીં એવો સવાલ પૂછ્યો હતો. આ પાર્શ્વભૂમિ પર દક્ષિણ મુંબઈમાં 14 ઠેકાણે ડિજિટલ સ્માર્ટ મેનહોલ લગાડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...