કામની આદર્શ પદ્ધતિ:હવે ગૃહપ્રકલ્પની અદ્યતન માહિતી ઓનલાઈન ઉપલબ્ધ, મહારેરાએ આ સંદર્ભે એસઓપી જારી કર્યો

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્ર બાંધકામ નિયામક પ્રાધિકરણ એટલે કે મહારેરાએ કામની આદર્શ પદ્ધતિ (એસઓપી) જારી કરી છે. એના લીધે ગ્રાહકોને તેમણે રોકાણ કર્યું છે એ પ્રકલ્પની અદ્યતન માહિતી ઓનલાઈન મળશે. આ નિર્ણયના કારણે ડેવલપર અને ગ્રાહકના વ્યવહારમાં પારદર્શકતા નિર્માણ થશે એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવે છે.

રાજ્યમાં અનેક ઠેકાણે ડેવલપર અને ગ્રાહક વચ્ચેના વ્યવહાર સંદર્ભે અનેક ફરિયાદ આવે છે. ડેવલપર તરફથી અનેક વખત પ્રકલ્પ પૂરો કરવામાં કયા કારણોસર વિલંબ થયો એની માહિતી ગ્રાહક સુધી પહોંચતી નથી. તેથી ગ્રાહકોએ હેરાનગતિ ભોગવવી પડે છે. આ જ કારણોસર મહારેરાએ હવે એસઓપી તૈયાર કરી છે. આ એસઓપી દ્વારા તૈયાર કરવામાં આવેલા માર્ગદર્શક ધોરણમાંથી 7 જોગવાઈનું પાલન કરવું ડેવલપર માટે ફરજિયાત રહેશે.

આ સાત જોગવાઈમાં ચોક્કસ ખાતામાંથી રૂપિયા કાઢવાની માહિતી અપડેટ કરવી, પ્રકલ્પના પૂરા થવા બાબતે માહિતી આપવી, ઓસીની વિગત જાહેર કરવી, પ્રકલ્પની સ્થિતિ વિશે ત્રિમાસિક અને છ માસિક માહિતી ગ્રાહકોને ઓનલાઈન પદ્ધતિથી આપવી વગેરેનો સમાવેશ છે. આ એસઓપીના લીધે ગ્રાહકોને તેમના રોકાણ કરેલા પ્રકલ્પની સ્થિતિની માહિતી સીધા ડેવલપર પાસેથી ઓનલાઈન ઉપલબ્ધ થશે. તેથી ગ્રાહકોની ફરિયાદનું પ્રમાણ ઓછું થશે એવો વિશ્વાસ મહારેરા તરફથી વ્યક્ત કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...