સુવિધા:સંકટ સમયે મદદ માટે રેલવે સ્ટેશન પર હવે ‘પેનિક બટન’

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈ વિભાગના 79 સ્ટેશનમાં અત્યાધુનિક CCTV

સંકટના સમયે પ્રવાસીઓને તરત મદદ મળે એ માટે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર પેનિક બટન લગાડવામાં આવશે. દેશમાં 756 સ્ટેશનમાંથી મધ્ય અને પશ્ચિમ રેલવેના મુંબઈ વિભાગના 79 સ્ટેશનનો એમાં સમાવેશ છે. એ સાથે જ રેલટેલની મદદથી દેશના 756 રેલવે સ્ટેશનમાં અત્યાધુનિક વીડિયો સર્વેલન્સ સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે. એમાં ગિરદીમાં ચહેરા ઓળખતા કેમેરા લગાડવામાં આવશે. તેથી રેકોર્ડ પરના ગુનેગારોને પકડવામાં મદદ થશે. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર પેનિક બટન સિસ્ટમ લગાડવામાં આવશે એવી માહિતી રેલટેલ તરફથી આપવામાં આવી હતી.

એમાં દરેક પ્લેટફોર્મ પર 2 પેનિક બટન હશે. સંકટના સમયે પેનિક બટન દબાવતા જ સીસી ટીવી યંત્રણા કાર્યરત થશે. આ કેમેરા દિશા બદલીને તરત વળશે અને ત્યાંની ઘટના કેમેરામાં રેકોર્ડ કરીને એક એલાર્મ વાગશે. તેથી સ્ટેશનના નિયંત્રણ કક્ષમાં સ્ક્રિન પર દેખાશે અને તરત પ્રવાસીને મદદ પહોંચાડવી શક્ય થશે. રેલટેલની મદદથી તમામ સ્ટેશનમાં સીસી ટીવી કેમેરાઓનું નિયંત્રણ કક્ષ પણ ઊભું કરવામાં આવશે. અત્યારે ત્રણથી ચાર સ્ટેશન મળીને એક નિયંત્રણ કક્ષ છએ.

આ નિયંત્રણ કક્ષમાં સ્ક્રીન હશે અને સ્ટેશનની ચારે તરફના દશ્ય એમાં રેકોર્ડ થશે. કોઈ ઘટના બનશે તો એ જોઈને તરત સુરક્ષા દળના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી શકશે અથવા ત્યાં મોકલી શકાશે. નવી સિસ્ટમ અંતર્ગત અત્યાધુનિક સીસી ટીવી કેમેરા લગાડવામાં આવશે. રેલવે સ્ટેશનમાં પ્રવેશદ્વાર, પ્લેટફોર્મ, રાહદારી પુલ, ટિકિટબારી, વેઈટિંગ રૂમ, મેલ-એક્સપ્રેસ અનામત બારી, પાર્કિંગ લોટ વગેરે ઠેકાણે કેમેરા લગાડતા એના પર નિયંત્રણ કક્ષ મારફત દેખરેખ થશે.

આ સ્ટેશનમાં સુવિધા હશે
ઐરોલી, અંબરનાથ, આંબિવલી, આસનગાવ, બદલાપુર, બેલાપુર, ભાંડુપ, ભિવપુરી રોડ, ભાયખલા, ચેંબુર, ચિંચપોકલી, ચુનાભઠ્ઠી, કોટન ગ્રીન, કરી રોડ, દિવા, ડોકયાર્ડ રોડ, ડોલવલી, ડોંબીવલી, ઘનસોલી, ઘાટકોપર, ગોવંડી, ગુરુ તેગબહાદુર નગર, ઈગતપુરી, જુઈનગર, કલવા, કાંજુરમાર્ગ, કર્જત, કસારા, કેલવલી, ખડવલી, ખાંદેશ્વર, ખર્ડી, ખારઘર, ખપોલી, કિંગ્ઝસર્કલ, કોપર, કોપરખૈરણે, લોનાવલા, લૌજી, માનખુર્દ, માનસરોવર, મસ્જિદ રોડ, માથેરાન, માટુંગા, મુલુંડ, મુંબ્રા, નાહૂર, નેરલ, નેરુલ, પળસદરી, પનવેલ, પરેલ, રબાલે, રે રોડ, સેન્ડહર્સ્ટ રોડ, સાનપાડા, સીવૂડ દારાવે, શિવરી, શહાડ, શેલુ, સાયન, ઠાકુર્લી, તિલકનગર, ટિટવાલા, તુર્ભે, ઉલ્હાસનગર, વડાલા રોડ, વાંગણી, વાશી, વાશિંદ, વિદ્યાવિહાર, વિક્રોલી.

અન્ય સમાચારો પણ છે...