ભંગાણ:હવે ગોવિંદા ટીમ અને ગણેશ ઉત્સવ મંડળોમાં પણ ભંગાણ શરૂ

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • { શિવસેના અને એકનાથ શિંદે જૂથમાં જોરદાર રસ્સીખેંચ

શિવસેનામાં ભંગાણના પડઘા દહીહંડી અને ગણેશોત્સવની પાર્શ્વભૂમિ પર મુંબઈના મંડળોમાં પડી રહ્યા છે. મુંબઈ મહાપાલિકા ચૂંટણીની પાર્શ્વભૂમિ પર મુંબઈના મંડળોને પોતાની પાંખ નીચે લેવા માટે શિવસેના અને એકનાથ શિંદે જૂથમાં જોરદાર રસ્સીખેંચ ચાલુ છે. તેથી અત્યારે અનેક મંડળમાં પોતે ચોક્કસ કયા જૂથનો ઝંડો હાથમાં લેવો એવી દ્વિધા નિર્માણ થઈ છે. આ જ દ્વિધાથી અનેક મંડળોમાં રાજકીય ફૂટ પડી રહી છે. મુંબઈના 90 ટકા ઉત્સવ મંડળો પર આજે પણ શિવસેનાનું વર્ચસ્વ છે. નગરસેવકોથી શાખા પ્રમુખો સુધી અનેક જણ મંડળમાં પદાધિકારી કાર્યરત છે. પણ શિવસેનામાં ફૂટફાટ બાદ હવે આ સમીકરણો બદલાય એવી શક્યતા ઊભી થઈ છે.

મહાપાલિકા ચૂંટણી પહેલાં દહીહંડી અને ગણેશોત્સવના માધ્યમથી રાજકીય શક્તિ પ્રદર્શનના જોરદાર પ્રયત્ન શિવસેનાના બે જૂથ તરફથી શરૂ થયા છે. દહીહંડી ઉત્સવ પહેલાં અમારે ટી-શર્ટ, ગોવિંદાઓનું ભોજન, પ્રવાસના ખર્ચ માટે રાજકીય પક્ષ પાસે આંટા મારવા પડતા હતા. પણ આ વખતે બંને બાજુએથી જુદી જુદી ઓફર્સ મળી રહી છે. પણ એના લીધે મંડળોમાં કોની મદદ સ્વીકારવી અને કોને ના પાડવી એ બાબતે દ્વિધાનું વાતાવરણ છે. તેથી ભવિષ્યમાં અનેક ગોવિંદા મંડળોમાં ફાટફૂટ પડે એવી શક્યતા છે એવો ડર દહીહંડી સમન્વય સમિતિના ઉપાધ્યક્ષ કમલેશ ભોઈરે વ્યક્ત કર્યો હતો.

બંને જૂથ તરફથી પ્રયત્ન : શિંદે જૂથ સાથેના વિધાનસભ્ય પ્રકાશ સુર્વેએ દહીહંડીથી પોતાની ઓળખ નિર્માણ કરી છે. અનેક નામચીન મંડળના કેન્દ્ર માઝગાવમાં યશવંત જાધવ મંડળ માટે મુખ્ય આધારસ્તંભ છે. દાદર પ્રભાદેવીમાં સદા સરવણકર અનેક મંડળો સાથે સંકળાયેલા છે.

ગણેશોત્સવ મંડળોમાં પણ દ્વિધા
ગણેશોત્સવ મંડળોને પણ મુખ્ય પ્રવેશદ્વારથી ઉત્સવનો ખર્ચ કરવાની લાલચ દેખાડવામાં આવી રહી છે. લાલબાગ, પરેલ સહિત દક્ષિણ મુંબઈના અનેક મોટા મંડળ હજી પણ મૂળ શિવસેના સાથે હોવાનું ચિત્ર જોવા મળે છે. પણ પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોમાં દ્વિધાના વાતાવરણના લીધે અનેક મંડળોની બેઠકમાં અત્યારે ગિરદી જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...