ભાસ્કર વિશેષ:હવે એસી લોકલને પણ પર્યાવરણપૂરક બનાવાશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એમયુટીપી પ્રકલ્પની 238 એસી લોકલની બોડી એલ્યુમિનિયમની બનશે

ભારતીય રેલવેની પહેલી એસી લોકલને મુંબઈમાં સફળતા મળી રહી છે ત્યારે એસી લોકલ દ્વારા પર્યાવરણનું સંરક્ષણ અને વીજબચત કરવાની દિશામાં મુંબઈ રેલવે વિકાસ મહામંડળે પગલાં ભરવાનું શરૂ કર્યું છે. એમયુટીપી પ્રકલ્પમાં 238 એસી લોકલને બોડી એલ્યુમિનિયમથી બનાવવાનો નિર્ણય રેલવેએ લીધો છે. આ બાબતનો પ્રસ્તાવ એમઆરવીસીએ રેલવે મંડળને મંજૂરી માટે મોકલ્યો છે. એના લીધે ટ્રેનનું વજન ઓછું થશે અને લગભગ 8 ટન કાર્બન ઉત્સર્જન ઓછું થશે. તેથી હવે એસી લોકલ પર્યાવરણપૂરક બનશે.

શૂન્ય લોકલ અકસ્માત સંકલ્પના વાસ્તવિકતામાં પલટાવવા એસી લોકલની ભૂમિકા મોટી છે. વિકસિત દેશોમાં એસી લોકલ એલ્યુમિનિયમમાંથી બનાવવામાં આવે છે. આ લોકલમાં વિદ્યુત યંત્રણા નીચેના ભાગમાં હોવાથી સીટની સંખ્યા પણ વધે છે. એના લીધે મુંબઈગરાઓ માટે વધુ સીટવાળી લોકલમાં પ્રવાસ કરવો શક્ય થશે. ઓટોમેટિક અગ્નિશમન યંત્રણા, આરામદાયક સીટનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે એમ વરિષ્ઠ રેલવે અધિકારીએ જણાવ્યું હતું.

મુંબઈ ઉપનગરીય રેલવેમાં મધ્ય અને પશ્ચિમ રેલવે મળીને લગભગ 250 લોકલ ટ્રેન દોડે છે. આ ટ્રેન સ્ટીલની છે. આ ટ્રેન દરરોજ સરેરાશ 450 કિલોમીટર દોડે છે. એનું વાર્ષિક વીજ બિલ લગભગ 500 કરોડ રૂપિયા છે. એલ્યુમિનિયમથી ટ્રેન બનાવવામાં આવશે તો એનું વર્ષનું વિજ બિલ 460 થી 470 કરોડ રૂપિયા થશે. એનાથી લગભગ 30 થી 40 કરોડ રૂપિયાની બચત થશે. સ્ટીલમાંથી બનાવેલી ટ્રેનની આયખુ 25 વર્ષ છે જ્યારે એલ્યુમિનિયમની બનાવટવાળી ટ્રેન 35 વર્ષ સુધી ચાલે છે એવો દાવો અધિકારીએ કર્યો છે.

એલ્યુમિનિયમથી બનેલી પહેલી માલગાડી
એલ્યુમિનિયમ ધાતુથી બનાવેલી ટ્રેન વજનમાં હલકી હોય છે. ઓછી વીજની મદદથી એને ચલાવવી શક્ય છે. પ્રવાસી સુરક્ષા ધોરણમાં પણ આ ટ્રેન સારી બને છે. તેથી સ્લીપર અને સીટીંગ શ્રેણીની 200 વંદે ભારત એક્સપ્રેસ એલ્યુમિનિયમથી બાંધવાની ઘોષણા રેલવે મંત્રી અશ્વિનીએ કરી છે. એની ટેંડર પ્રક્રિયા ચાલુ છે. ઓકટોબરમાં એલ્યુમિનિયમથી બનાવેલી પહેલી માલગાડીનો સમાવેશ રેલવેના કાફલામાં કરવામાં આવ્યો હતો.

મેટ્રોનો પણ સમાવેશ
મેલ-એક્સપ્રેસ, માલગાડી, ઉપનગરીય લોકલ પછી મેટ્રો ટ્રેનને પણ એલ્યુમિનિયમથી તૈયાર કરવામાં આવશે. મેક ઈન ઈંડિયા અને આત્મનિર્ભર ભારત ઉપક્રમ અનુસાર એલ્યુમિનિયમમાંથી તૈયાર કરવામાં આવેલી પહેલી મેટ્રો ટ્રેન દોડાવવાનું બહુમાન પુણે શહેરને મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...