શિક્ષણ વિભાગ:આગામી શૈક્ષણિક વર્ષથી વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે હવે ટીવી ચેનલ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેડિકલ, એન્જિનિયરીંગની પ્રવેશ પરીક્ષાના માર્ગદર્શન માટે જુદી ચેનલ

આગામી શૈક્ષણિક વર્ષથી ક્લાસરૂમના અભ્યાસની સાથે ટીવી ચેનલના માધ્યમથી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવશે. રાજ્યમાં શિક્ષણ માટે 12 સ્વતંત્ર ચેનલ શરૂ કરવાનું નિયોજન શિક્ષણ વિભાગે કર્યું છે. એમાં એક ચેનલના માધ્યમથી નીટ પરીક્ષા, એન્જિનિયરીંગમાં પ્રવેશ માટે લેવામાં આવતી જેઈઈ માટે માર્ગદર્શન આપવામાં આવશે.

શિક્ષણ વિભાગે તાજેતરમાં આગામી શૈક્ષણિક વર્ષના ઉદ્દેશ સ્પષ્ટ કર્યા છે. એ અનુસાર સ્વતંત્ર ટીવી ચેનલ શરૂ કરવાનો ઉદ્દેશ નિશ્ચિત કરવામાં આવ્યો છે. કેન્દ્રએ દેશના વિવિધ ભાષાઓમાં 200 શૈક્ષણિક ટીવી ચેનલ શરૂ કરવાનું જાહેર કર્યું હતું. એના અંતર્ગત રાજ્યમાં 12 ચેનલ શરૂ કરવાનું નિયોજન કરવામાં આવ્યું છે.

જુલાઈ મહિનાથી આ ચેનલ શરૂ કરવામાં આવશે. ડીડની ડિશ પર શરૂઆતમાં 24 કલાક ચાલતી ચેનલ શરૂ કરવામાં આવશે. એ પછી તબક્કાવાર ખાનગી કંપનીઓ મારફત એ ઉપલબ્ધ કરી આપવામાં આવશે. એ સાથે જ યુટ્યુબ પર પણ પ્રસારણ થશે એવી માહિતી અધિકારીએ આપી હતી. અત્યારે આ ચેનલ માટે અભ્યાસ સામગ્રી તૈયાર કરવાનું કામ ચાલુ છે. લગભગ એકાદ મહિનાના ભાગ પ્રસારિત કરી શકાય એટલી સામગ્રી તૈયાર હોવાનું અધિકારીએ

ઉમેર્યું હતું. પ્રવેશ પરીક્ષાની તૈયારી માટે સ્વતંત્ર ચેનલ પહેલાથી બારમા ધોરણ માટે આ ચેનલ મારફત અભ્યાસ સામગ્રી ઉપલબ્ધ કરી આપવામાં આવશે. એ સાથે જ નીટ, જેઈઈની તૈયારીના માર્ગદર્શન કરતી સ્વતંત્ર ચેનલ શરૂ કરવાનું નિયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં ચાલુ થનારી ચેનલમાં મરાઠી, અંગ્રેજી, ઉર્દૂ અને હિંદી ભાષામાં સામગ્રી ઉપલબ્ધ કરી આપવામાં આવશે.

સ્કૂલ શરૂ થાય ત્યારે નિયોજન
કોરોનાની મહામારી ટોચે હતી ત્યારે છેલ્લા બે વર્ષ સુધી રાજ્યની સ્કૂલોમાં ભણાવવાનું બંધ હતું. એ પહેલાં બાલચિત્રવાણીના માધ્યમથી પ્રસારિત થનારા વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ પર માર્ગદર્શન કાર્યક્રમ બંધ થયો હતો. તેથી વિદ્યાર્થીઓ સુધી પહોંચવા માટે માર્ગ મર્યાદિત હતા. ત્યારથી રાજ્યમાં સ્વતંત્ર શૈક્ષણિક ટીવી ચેનલ શરૂ કરવાની ચર્ચા ચાલુ હતી. કોરોનાના સમયમાં શિક્ષણ વિભાગે ચેનલ શરૂ કરી શક્યું નથી. હવે પરિસ્થિતિ સુધર્યા બાદ નવી શૈક્ષણિક ચેનલ શરૂ થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...