તહેવારો ટાંકણે મુંબઈ પર સંકટ:મહારાષ્ટ્રમાં કોવિડના કેસ વધતાં સતર્ક રહેવા માટે સૂચના

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈ સહિત 13 જિલ્લામાં કોવિડના કેસમાં વધારો
  • નવા ચેપી રોગો પર પણ ધ્યાન રાખવાની આરોગ્ય વિભાગની સૂચના

આગામી દિવસોમાં આઝાદી દિવસ, ગોકુળાષ્ટમી, ગણેશચતુર્થી સહિતના તહેવારો વારાફરતી આવી રહ્યા છે અને કોવિડનાં બધાં જ નિયંત્રણો હટાવી દેવાયાં હોવાથી આ તહેવારોમાં ઠેર ઠેર ભારે ભીડ થવાની સંભાવના છે. બીજી બાજુ મહારાષ્ટ્રમાં કોવિડના કેસે ફરી ઊથલો મારવાનું શરૂ કર્યું છે. આ ધ્યાનમાં લેતાં સતર્ક રહેવા માટે કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગના સચિવ રાજેશ ભૂષણે મહારાષ્ટ્ર સરકારના જાહેર આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી ડો. પ્રદીપ વ્યાસને પત્ર લખીને સૂચનાઓ આપી છે.

ભારતના સાપ્તાહિક નવા કેસમાં મહારાષ્ટ્રનું યોગદાન 9.7 ટકા છે. છેલ્લા એક મહિનાથી દિવસના સરેરાશ 2135 કેસ નોંધાઈ રહ્યા છે. 5 ઓગસ્ટે સૌથી વધુ 1862 નવા કેસ નોંધાયા હતા. રાજ્ય સ્તરે આ રોકવાનું અત્યંત જરૂરી છે. મહારાષ્ટ્રના 20 જિલ્લામાં ઓગસ્ટમાં પરીક્ષણોમાં ઘટાડો નોંધાયો છે. 13 જિલ્લામાં આ જ સમયગાળામાં કેસમાં વધારો થયો છે. 4 જિલ્લામાં 10 ટકા સાપ્તાહિક પોઝિટિવિટી દર નોંધાયો છે, જે ચિંતાજનક છે.

ગામી સમયમાં વારાફરતી તહેવારો આવી રહ્યા છે, જેમાં મોટે ભાગે ગિરદી થશે. આ તહેવારોને લઈને રાજ્યમાં અને રાજ્યની બહારથી પણ લોકોની અવરજવર વધવલાની છે. આને કારણે કોવિડ સહિત ચેપી રોગોનો ફેલાવો વધવાની સંભાવના છે.આથી રાજ્યએ દરેક જિલ્લામાં પરીક્ષણો વધારવાં જોઈએ. આરટી- પીસીઆર અને એન્ટીજન્સ ટેસ્ટ્સનો સૂચિત હિસ્સો પણ જાળવી રાખવો જોઈએ. રાજ્યએ વધુ કેસ, પોઝિટિવિટી દર અને ક્લસ્ટર પર બારીકાઈથી નજર રાખવાનું જરૂરી છે, જેથી ચેપનો વધુ ફેલાવો રોકી શકાય, એમ પત્રમાં જણાવ્યું છે.

માટે માર્ગદર્શિકા પણ રાજ્યને આપવામાં આવી છે, જેનું નિયમિત રીતે પાલન કરવાનું જરૂરી છે. રાજ્યમાં કોવિડ સાથે ઈન્ફલુએન્ઝા જેવી બીમારી અનેસારીના કેસ પર પણ દેખરેખ રાખવાનું જરૂરી છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના મુકરર નમૂનાઓનું જેનોમ સિક્વન્સિંગ કરવાનું જરૂરી છે.બજારો સહિતનાં ગિરદીનાં સ્થળ : બજારો, આંતરરાજ્ય બસ સ્ટેન્ડ, સ્કૂલ, કોલેજ, રેલવે સ્ટેશન વગેરે જેવાં સ્થળે કોવિડ યોગ્ય વર્તનનું પાલન કરવાની ખાતરી રાખવી જોઈએ.

સ્થાનિક સમુદાયના આગેવાનો અને અન્ય પ્રભાવશાળીઓના સક્રિય સહભાગ સાથે સંવેદનશીલતા અને જાહેર જાગૃતિ ઝુંબેશ થકી કોવિડ યોગ્ય વર્તનને પ્રોત્સાહન આપવાનું જરૂરી છે. પાત્ર વસતિ માટે રસીકરણની ગતિ વધારવી જોઈએ અને સર્વ સરકારી રસીકરણ કેન્દ્રોમાં કોવિડ રસીકરણ અમૃત મહોત્સવ થકી 30મી સપ્ટેમ્બર સુધી 18થી વધુ ઉંમરના લોકોને મફત તકેદારીનો ડોઝ આપવાનું વધારવું જોઈએ. સમુદાયમાં પરીક્ષણ કરો, પગેરું રાખો, ઉપચાર કરો, રસીકરણ કરો અને કોવિડ યોગ્ય વર્તનનું પાલન કરો એ પાંચમુખી વ્યૂહરચનાનું સખતાઈથી પાલન કરવાનું જરૂરી છે, એમ પણ તેમણે જણાવ્યું છે.

રાજ્યમાં થાણે, પુણે, રાયગડ સહિત 20 જિલ્લામાં 22મી જુલાઈથી 28મી જુલાઈએ કરેલાં પરીક્ષણોની તુલનામાં 29મી જુલાઈથી 4 ઓગસ્ટ સુધી સાપ્તાહિક પરીક્ષણોમાં ઘટાડો થયો છે. આ સમયગાળામાં સાપ્તાહિક કેસ મુંબઈ ઉપનગરમાં 1269 હતા તે 1566 થઈ ગયા છે. મુંબઈમાં 537 પરથી 669 થઈ ગયા છે. રાયગડમાં 346 પરથી 669 થઈ ગયા છે. ભંડારામાં 305 પરથી 335 થઈ ગયા છે. આ સાથે લાતુર, ચંદ્રપુર, નાંદેડ, ગોંડિયા, ગડચિરોલી, રત્નાગિરિ, ધુળે, જલગામ, નંદુરબાર સહિત 13 જિલ્લામાં કેસ વધી ગયા છે.

પાંચ જિલ્લામાં પોઝિટિવિટી વધી
પાંચ જિલ્લામાં સાપ્તાહિક પોઝિટિવિટી દર વધ્યો છે. 29મી જુલાઈથી 4 ઓગસ્ટ સુધી પુણેમાં 13.28 ટકા વધ્યો છે, નાગપુરમાં 12.18 ટકા, ગોંદિયામાં 11.87 ટકા, સાંગલીમાં 10.47 ટકા અને નાંદેડમાં 10.05 ટકા વધ્યો છે, એવી આંકડાવારી પણ કેન્દ્ર દ્વારા આપીને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...